Grishma murder case ચેતન પટેલ/સુરત : સુરતમાં ગ્રીષ્મા મર્ડર કેસની યાદ હજી તાજી છે, ત્યાં સુરતમાં ગ્રીષ્માકાંડ જેવી વધુ એક ઘટના બની છે. પૂર્વ પ્રેમીએ ગળા પર કટર મારીને પ્રેમિકાને ઈજા પહોંચાડી છે. સુરત શહેરના છેવાડે સચીન વિસ્તારમાં એક ઝનૂની પ્રેમીએ પૂર્વપ્રેમિકાના ગળે જાહેરમાં ક્રૂરતાપૂર્વક કટર ફેરવી દેતા ચકચાર મચી ગઈ હતી. જેથી યુવતીનું ગળું ચીરાઈ ગયું છે. આ બાદ યુવતીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બીજી તરફ પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત સમગ્ર શહેરમાં ચકચાર મચાવનારી આ ઘટનાની વિગત એવી છે કે, ઉમરપાડાની ૨૨ વર્ષીય યુવતી હાલ સચીન સુડા વિસ્તારમાં રહે છે. સચીન ખાતે આવેલા એપેરેલ પાર્કના એક કારખાનામાં સિલાઈ મશીન ઉપર કામ કરે છે. કોરોના અગાઉ તાપી જિલ્લાના નીઝર ખાતે બોરદા ગામે આવેલા નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી સાથે યુવતીને પ્રેમસંબંધ બંધાયો હતો. બંને વર્ષ ૨૦૧૯માં સાથે કામ કરતા હતા. પ્રેમ સંબંધ દરમિયાન રામસિંગ નાની નાની વાતે યુવતી સાથે કચકચ કરતો હતો. બંને વચ્ચે શાબ્દિક તડાફડી થતી હોય યુવતીએ રામસિંગ સાથેનો સંબંધ તોડી નાંખ્યો હતો. પ્રેમમાં નિષ્ફળ ગયેલા રામસિંગ યેનકેન પ્રકારે યુવતી સાથે પ્રેમસંબંધ ચાલુ રાખવા તેણી ઉપર દબાણ કરવાનું યથાવત રાખ્યું હતું. ગત સપ્તાહે પણ રામસિંગે યુવતીને સચીન વિસ્તારમાં આંતરી હતી. 


જો કે, જાહેરમાં લોકો ભેગા થઈ જતાં તે નાસી છૂટ્યો હતો. દરમિયાન બુધવારે સવારે પોતાના નિત્યક્રમ મુજબ યુવતી તેની બહેનપણી સાથે નોકરી કરવા જઈ રહી હતી. તે દરમિયાન રામસિંગે યુવતીને એપેરેલ પાર્ક ખાતે અટકાવી પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું. યુવતીએ ધરાર ઈન્કાર કરતા રામસિંગે પિત્તો ગુમાવ્યો હતો. આ સાથે જ પોતાની પાસે રહેલી કટર ક્રૂરતાપૂર્વક યુવતીના ગળા ઉપર ફેરવી દીધી હતી. જાહેરમાં પ્રેમિકાનું ગળુ ચીરી તેની હત્યાની કોશિશ કરનારો રામસિંગ ફરાર થઈ ગયો હતો. લોહીથી લથપથ યુવતીને તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. મધરાતે પોલીસે રામસિંગની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.


ગૃહરાજ્ય મંત્રીએ નોંધ લીધી


સુરતમાં પ્રેમી દ્વારા પ્રેમિકાના ગળા પર છરી મારવાની ઘટનામાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં આવી કોઇ પણ પ્રકારની ઘટના ચલાવી નહી લેવાય. સુરતની ઘટના મારા ધ્યાને આવી છે. સુરત ક્રાઇમબ્રાન્ચ તેના પર કાર્ય કરી રહી છે. 


તો બીજી તરફ, સુરતમાં અન્ય એક કિસ્સામાં UPSC ની તૈયારી કરતી કિશોરીને યુવક દ્વારા ધમકી આપવામાં આવી છે. UPSC ની તૈયારી કરતી કિશોરીને એક યુવક રિલેશન રાખવા માટે દબાણ કરતો હતો. તે કિશોરીને એસિડ ફેંકવાની ધમકી પણ આપતો હતો. ત્યારે ડિંડોલી પોલીસે કિશોરીની ફરિયાદ પર આરોપીની ધરપકડ કરી છે. 


સુરતમાં ઉતરાયણ ના તહેવાર દરમિયાન અનેક લોકો ધારદાર દોરીનો શિકાર બનતા હોય છે કેટલાય લોકોના દોરાના કારણે ગળા કપાયા છે. જો વાત કરીએ તો ગત વર્ષ દરમિયાન 70 થી વધુ લોકો ધારદાર દોરાના કારણે ઇજાગ્રસ્ત બન્યા હતા. આ ઉપરાંત કેટલાય લોકોના મોત પણ નિપજયા હતા. આવા બનાવો અટકાવવા માટે આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સુરત શહેરના તમામ ઓવરબ્રિજ પર ફેન્સીંગ તાર બાંધવાની કામગીરી હાથ ધરી છે. કારણકે અહીં દરેક બ્રિજ ઉપરથી રોજે રોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે. ત્યારે તેમની સુરક્ષા જળવાઈ તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક બ્રિજ ઉપર આ રીતના ફેન્સીંગ તાર બાંધવાની કામગીરી કરવામાં આવી રહી છે.