હાલાર પંથકના ખેડૂતોની મુશ્કેલીમાં વરસાદે કર્યો વધારો, પાક. વીમો મળ્યો નથી ત્યાં લીલા દુષ્કાળની ભીતી
લાંબા સમયથી ખેડૂતોની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ લેતો નથી, પ્રથમ અતિવૃષ્ટિને લીધે પાક નિષ્ફ્ળ સરકારે પાક વીમો નથી આપ્યો, પછી લોકડાઉનમાં પાક નહીં વેચાવવાની સ્થિતિ અને હવે પ્રથમ વરસાદમાં જ અતિ વરસાદને લઇને ખેડૂતોના પાક નિષ્ફ્ળ જાય તેવી પરિસ્થતિ છે, જે જોતા ખેડૂત આ વર્ષે પણ આર્થિક નુકસાની થાય તેવી ભીતિ છે.
રાજકોટ: લાંબા સમયથી ખેડૂતોની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ લેતો નથી, પ્રથમ અતિવૃષ્ટિને લીધે પાક નિષ્ફ્ળ સરકારે પાક વીમો નથી આપ્યો, પછી લોકડાઉનમાં પાક નહીં વેચાવવાની સ્થિતિ અને હવે પ્રથમ વરસાદમાં જ અતિ વરસાદને લઇને ખેડૂતોના પાક નિષ્ફ્ળ જાય તેવી પરિસ્થતિ છે, જે જોતા ખેડૂત આ વર્ષે પણ આર્થિક નુકસાની થાય તેવી ભીતિ છે.
સૌરાષ્ટ્ર મેઘમય, જામનગરમાં 900 અને દ્વારકામાં 75નું સ્થળાંતર, હજી પણ આગાહી યથાવત
દેશભરમાં ચોમાસાએ વિધિવત પ્રવેશ કર્યો છે. ગુજરાતમાં પણ ચોમાસાનો અષાઢી માહોલ ખીલેલો છે, ત્યારે પ્રથમ વરસાદે જ ખેડૂતોને ત્રાહિમામ પોકારી દીધા છે, સૌરાષ્ટ્રમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં વરસાદે માઝા મૂકીને વરસ્યો છે. અતિવૃષ્ટિ જેવી સ્થતિ ઉભી થઇ છે, ત્યારે જેતપુર, જામકંડોરણામાં પુષ્કળ અને ધોધમાર વરસાદ પડેલો છે. જે જેના હિસાબે ખેડૂતોના ખેતરો પાણી પાણી થઇ ગયા છે. ખેતરોમાં પાણી ભરાય ગયા છે, ત્યારે ખેડૂતોએ ખેતરમાં વાવેલ બીજ ઉપર છેલ્લા બે દિવસથી પાણી ભરાયેલું છે. જેના હિસાબે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી ભીતી છે. જો હવે પણ વરસાદ ચાલુ રહે તો લીલા દુષ્કાળની સ્થિતી સર્જાય તેવી શક્યતા છે.
વાવના MLA ગેનીબેન ઠાકોર કોરોનાની ઝપેટમાં, ભરતસિંહ સોલંકી માટે આગામી 24 કલાક મહત્વના
ગત વર્ષે પણ આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઇ હતી અને સરકાર દ્વારા અહીં અતિ વૃષ્ટિનો સર્વે કરવામાં આવ્યો હતો. સાથે સાથે આ વિસ્તારમાં સંપૂર્ણ પાક નિષ્ફ્ળ ગયો હતો, અને ખેડૂતો દ્વારા અહીં 100 % પાક વીમાની માંગણી કરવામાં આવી હતી. જો કે સરકાર દ્વારા હજુ સુધી પાક વીમો ચુકવાયો નથી. ત્યાર બાદ આવેલ લોકડાઉનને કારણે ખેડૂતો પોતાની ખેત પેદાશનું વેચાણ કરી શક્ય ના હતા, ત્યારે આ વખતે પ્રથમ વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. અનરાધાર પડેલ વરસાદે ખેડૂતોનો વાવેલો પાક નિષ્ફ્ળ જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે, ત્યારે ખેડૂતોને સરકાર યોગ્ય મદદ નહીં કરે તો ખેડૂતો પાયમાલ થાય તેવી સ્થિતિ છે.
વડોદરા : આરોપીને કસ્ટડીમાં મારીને પુરાવા નાશ કર્યા, PI સહિત 7 પોલીસ કર્મી સામે ગુનો દાખલ
સતત બે વર્ષથી ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે આ વર્ષે પ્રથમ વરસાદે ખેડૂતોની મુશ્કેલી માં વધારો થયો છે. પાક નિષ્ફ્ળ જાય તેવી ભીતિ છે ત્યારે સરકાર ખેડૂતોને યોગ્ય સહાય અને મદદ કરીને ખેડૂતોને પાયમાલ થતા રોકે તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર