વડોદરા : આરોપીને કસ્ટડીમાં મારીને પુરાવા નાશ કર્યા, PI સહિત 7 પોલીસ કર્મી સામે ગુનો દાખલ

ફતેગંજ પોલીસ મથકના પૂર્વ પીઆઈ સહિત કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પી.આઈ ધર્મેન્દ્ર ગોહિલ, પી.એસ.આઈ દશરથ રબારી અને 4 કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે. આ તમામ પોલીસ કર્મચારીઓએ ચોરીના શકમંદ આરોપીને બાંધીને માર્યો હતો. મૂઢ મારને કારણે આરોપી બાબુ નિસાર શેખનું મોત નિપજ્યું હતું. એટલું જ નહિ, પોલીસકર્મીઓએ સાથે મળી લાશને સગેવગે કરી હતી. જેના બાદ પોલીસ સ્ટાફએ આરોપીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આરોપીને મુક્ત કર્યા છે. પોલીસ કર્મચારીઓએ તમામ પુરાવાઓનો પણ નાશ કર્યો હતો. તો બીજી તરફ, ફતેગંજ પોલીસ સ્ટેશનના એસીપીએ ફરિયાદી બની ગુનો નોંધાવતા ખળભળાટ મચ્યો છે. ગુનો નોંધાતા પી.આઈ સહિતના આરોપીઓ હાલ ભાગેડુ થયા છે. 
વડોદરા : આરોપીને કસ્ટડીમાં મારીને પુરાવા નાશ કર્યા, PI સહિત 7 પોલીસ કર્મી સામે ગુનો દાખલ

રવિ અગ્રવાલ/વડોદરા :ફતેગંજ પોલીસ મથકના પૂર્વ પીઆઈ સહિત કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પી.આઈ ધર્મેન્દ્ર ગોહિલ, પી.એસ.આઈ દશરથ રબારી અને 4 કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે. આ તમામ પોલીસ કર્મચારીઓએ ચોરીના શકમંદ આરોપીને બાંધીને માર્યો હતો. મૂઢ મારને કારણે આરોપી બાબુ નિસાર શેખનું મોત નિપજ્યું હતું. એટલું જ નહિ, પોલીસકર્મીઓએ સાથે મળી લાશને સગેવગે કરી હતી. જેના બાદ પોલીસ સ્ટાફએ આરોપીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આરોપીને મુક્ત કર્યા છે. પોલીસ કર્મચારીઓએ તમામ પુરાવાઓનો પણ નાશ કર્યો હતો. તો બીજી તરફ, ફતેગંજ પોલીસ સ્ટેશનના એસીપીએ ફરિયાદી બની ગુનો નોંધાવતા ખળભળાટ મચ્યો છે. ગુનો નોંધાતા પી.આઈ સહિતના આરોપીઓ હાલ ભાગેડુ થયા છે. 

ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત 6 સામે હત્યાનો ગુનો નોંધાયો છે. ફતેગંજ પીઆઈ ધર્મેન્દ્ર ગોહિલની તાજેતરમાં અમદાવાદ ખાતે બદલી થઈ છે. પીઆઈ સહિત 6 સામે 304, 201,203,204,34 મુજબ ગુનો નોંધાયો છે. જોકે, પોલીસે 302 ની કલમ ન લખતા સવાલો ઉઠ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું આરોપીઓને બચાવવા પોલીસ પ્રયાસો કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news