અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે અમદાવાદમાં રમાઈરચેલી પાંચ મેચોની ટી20 સિરીઝની છેલ્લી ત્રણ મેચમાં કોરોનાને કારણે દર્શકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. હવે આ ત્રણ મેચની ટિકિટ ખરીદનાર દર્શકોને પૈસા પરત આપવામાં આવશે. આ માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) એ પોતાની પ્રક્રિયા પણ જાહેર કરી દીધી છે. ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટ ખરીદનાર લોકોને પોતાના પૈસા પરત મળી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી.આઇ.) સાથે પરામર્શ કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર માર્ચ 16, 18 અને 20 ના રોજ રમાનારી ટી-20 ઇન્ટરનેશનલ મેચ માટે બૂક કરવામાં આવેલી ટિકિટનું રીફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસોને કારણે પ્રેક્ષકો વગર આ મેચ રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ  ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, જી.સી.એ. દ્વારા રીફંડની પ્રક્રિયા માર્ચ 17, 2021ના રોજ શરૂ કરવામાં આવશે અને માર્ચ 22, 2021ના રોજ પૂર્ણ કરવામાં આવશે. ઓનલાઇન અથવા ઓફલાઇન બૂક કરવામાં આવેલી તમામ ટિકિટનું રીફંડ આપવામાં આવશે.”


આ પણ વાંચોઃ IND vs ENG: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાહુલ ફરી ફ્લોપ, બનાવ્યો શરમજનક રેકોર્ડ


રીફંડની પ્રક્રિયા નીચે મુજબ રહેશેઃ 
1. ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટ માટેઃ ઓનલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટની મૂળ કિંમત (ફેસ વેલ્યુ) જે એકાઉન્ટ અને જે મોડથી ટિકિટ ખરીદવામાં આવી હશે તે પ્રમાણે રીફંડ કરવામાં આવશે. 
રીફંડ પ્રક્રિયા માર્ચ 17, 2021ના રોજ બપોરે 3.00 શરૂ થશે અને માર્ચ 22, 2021 ના રોજ સાંજે 4.00 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. 


2. ઓફલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટ માટેઃ ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટના રીફંડની પ્રક્રિયા માર્ચ 18, 2021થી માર્ચ 22, 2021 સુધી સવારે 10.00 વાગ્યાથી સાંજના 4.00 વાગ્યા સુધી કરવામાં આવશે. ઓફલાઇન બૂક કરવામાં આવેલી ટિકિટનું રિફંડ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસમાંથી આપવામાં આવશે. 


આ પણ વાંચોઃ આ બે ક્રિકેટરો પર આઈસીસીએ લગાવ્યો 8 વર્ષનો પ્રતિબંધ, જાણો શું છે કારણ  


ઓફલાઇન મોડથી બૂક કરવામાં આવેલી ટિકિટનું રીફંડ તેની છાપેલી કિંમત (ફેસ વેલ્યુ) મુજબ જેન્યુઇન/ઓરિજનલ ટિકિટ અને રીફંડ લેનાર વ્યક્તિનું ફોટો સાથેનું માન્ય ઓળખપત્ર રજૂ કરવાથી આપવામાં આવશે. ફિઝકલ ટિકિટની ચકાસણી ટિકિટ પર આવેલા સિક્યોરીટી ફિચર્સને આધારે કરવામાં આવશે. 
3. કોમ્પ્લીમેન્ટરી ટિકિટ માટે રીફંડ લાગુ પડશે નહીં. 


નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસ પર કોવિડ-19 માર્ગદર્શિકાઓ જેવી કે સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝેશનનું સખ્તાઇથી પાલન કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube