UAE ના ક્રિકેટર Mohammad Naveed અને Shaiman Anwar Butt પર લાગ્યો 8 વર્ષનો પ્રતિબંધ

આઈસીસી (ICC) એ નિવેદન જાહેર કરી કહ્યું, બન્ને ખેલાડીઓ પર પ્રતિબંધ ઓક્ટોબર 2019થી લાગ્યો છે, જ્યારે તેણે આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપ ક્વોલીફાયર્સ મેચો દરમિયાન ભ્રષ્ટાચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. 

UAE ના ક્રિકેટર Mohammad Naveed અને Shaiman Anwar Butt પર લાગ્યો 8 વર્ષનો પ્રતિબંધ

દુબઈઃ યૂએઈ (UAE) ના ખેલાડી મોહમ્મદ નાવેદ (Mohammad Naveed) અને શાયમાન અનવર બટ્ટ (Shaiman Anwar Butt) પર આઈસીસી ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા  (Anti-Corruption Code) તોડવાનો આરોપ સાબિત થયા બાદ 8 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. 

આઈસીસીનુંનિવેદન
આઈસીસી (ICC) એ નિવેદન જાહેર કરી કહ્યું, બન્ને ખેલાડીઓ પર પ્રતિબંધ ઓક્ટોબર 2019થી લાગ્યો છે, જ્યારે તેણે આઈસીસી પુરૂષ ટી20 વિશ્વકપ ક્વોલીફાયર્સ મેચો દરમિયાન ભ્રષ્ટાચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આઈસીસીની ભ્રષ્ટાચાર વિરોધી ટ્રિબ્યૂનલ (ICC Anti-Corruption Tribunal) એ સુનાવણી બાદ આ બન્ને ખેલાડીઓને દોષી માન્યા છે. 

ક્રિકેટરો પર લાગ્યા ગંભીર આરોપ
મોહમ્મદ નાવેદ (Mohammad Naveed) અને શાયમાન અનવર બટ્ટ (Shaiman Anwar Butt) પર આઈસીસી (ICC) ના નિયમ 2.1.1 અને 2.4.4 ને તોડવાનો આરોપ લાગ્યો છે. આ બન્ને ખેલાડીઓ પર 2019માં ટી20 વિશ્વકપ ક્વોલીફાયર્સ મેચ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. 

શું કહે છે નિયમ?
બન્ને ખેલાડીઓને કલમ 2.1.1 અને 2.4.4 હેઠળ સજા આપવામાં આવી છે. કલમ 2.1.1 મેચ ફિક્સ કરવા કે પરિણામને પ્રભાવિત કરવા માટે સહમત થવા સાથે જોડાયેલી છે જ્યારે 2.4.4 માં ભ્રષ્ટાચાર માટે સંપર્ક કરવાની જાણકારી આઈસીસી એસીયૂને ન આપવા વિરુદ્ધ સજાની જોગવાઈ છે. 

સજા બનશે મિસાલ
આઈસીસી ઈન્ટીગ્રિટી યૂનિટના જનરલ મેનેજર એલેક્સ માર્શલ (Alex Marshall) એ કહ્યુ, 'નાવેદ અને અનવર યૂએઈ માટે ક્રિકેટ રમે છે. નાવેદ ટીમનો કેપ્ટન હતો, જ્યારે અનવર ઓપનિંગ બેટ્સમેન હતો. મને ખુશી છે કે ટ્રિબ્યૂનલે તેના પર તમામ ફોર્મેટમાં ક્રિકેટ રમવાનો પ્રતિબંધ લગાવ્યો છે. આ તે દરેક ખેલાડી માટે ચેતવણી છે જે ખોટા રસ્તે જવા વિચારશે.'

ફેન્સ સાથે કરી છેતરપિંડી
એલેક્સ માર્શલે કહ્યુ, બન્ને ખેલાડીઓનું આંતરરાષ્ટ્રીય કરિયર ખુબ લાંબુ રહ્યુ છે અને તે જાણે છે કે મેચ ફિક્સરને મળવાનો અંજામ શું હોય છે. તેમ છતાં આ બન્ને ખેલાડી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા રહ્યા અને તેણે ટીમના સાથી ખેલાડી અને યૂએઈ ક્રિકેટના સમર્થકો સાથે છેતરપિંડી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news