IND vs ENG: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાહુલ ફરી ફ્લોપ, બનાવ્યો શરમજનક રેકોર્ડ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ તે સતત બીજીવાર શૂન્ય પર આઉટ થયો તો તેની છેલ્લી ચાર ટી20 ઈનિંગની વાત કરીએ તો ત્રીજીવાર શૂન્ય પર આઉટ થયો છે. આ સિવાય રાહુલ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સતત બેવાર શૂન્ય પર આઉટ થનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) નું ખરાબ ફોર્મ સતત ચાલી રહ્યું છે અને એક વાર તેણે બેટિંગથી ફરી નિરાશ કર્યા છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી મેચમાં રોહિત શર્માની વાપસી થઈ, પરંતુ રાહુલ ટીમમાં યથાવત રહ્યો અને હિટમેનની સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. આ વખતે પણ તે પોતાનું ખાતુ ન ખોલાવી શક્યો અને માર્ક વુડની ઓવરમાં બોલ્ડ થયો હતો.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ તે સતત બીજીવાર શૂન્ય પર આઉટ થયો તો તેની છેલ્લી ચાર ટી20 ઈનિંગની વાત કરીએ તો ત્રીજીવાર શૂન્ય પર આઉટ થયો છે. આ સિવાય રાહુલ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સતત બેવાર શૂન્ય પર આઉટ થનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે.
કેએલ રાહુલની છેલ્લી ચાર ટી20 ઈનિંગ
0 (2) વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
1 (4) વિ ઇંગ્લેન્ડ
0 (6) વિ ઇંગ્લેન્ડ
0 (4) વિ ઇંગ્લેંડ
ચોથીવાર શૂન્ય પર આઉટ થયો રાહુલ
રાહુલ ટી20 આંતરરાષ્ટ્રીયમાં ચોથીવાર શૂન્ય પર આઉટ થયો છે અને તે આ ફોર્મેટમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવા મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. કેએલ રાહુલે વિરાટ કોહલી, રિષભ પંત, સુરેશ રૈના, યૂસુફ પઠાણ અને વોશિંગટન સુંદરને પાછળ છોડી દીધા છે. તો આ મામલામાં રોહિત શર્મા પ્રથમ નંબર પર છે જે છ વખત ઝીરો પર આઉટ થયો છે.
T20I માં ભારત તરફથી સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર બેટ્સમેન
રોહિત શર્મા - 6
કેએલ રાહુલ - 4
વિરાટ કોહલી - 3
રિષભ પંત - 3
સુરેશ રૈના - 3
યુસુફ પઠાણ - 3
વોશિંગ્ટન સુંદર - 3
રાહુલે કરી રોહિતની બરોબરી
કેએલ રાહુલ ઓપનર તરીકે ટી20માં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાના મામલામાં રોહિત શર્માની બરોબરી પર પહોંચી ગયો છે. બન્ને અત્યાર સુધી ચાર-ચાર વાર શૂન્ય પર આઉટ થયા છે.
ટી 20 આઈ- માં સૌથી વધુ વખત આઉટ કરાયેલા ભારતીય ઓપનર બેટ્સમેન
4 - કેએલ રાહુલ
4 - રોહિત શર્મા
2 - ગૌતમ ગંભીર
2 - અજિંક્ય રહાણે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે