Loksabha Election 2024: લોકસભાની રાજકોટ બેઠકના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પુષોત્તમ રૂપાલાના ઉમેદવારી પત્ર અને તેમાં રજૂ કરાયેલી વિગતો સામે વાંધો ઉઠાવાયો છે. જી હા...રાજકોટમાં અપક્ષ ઉમેદવારે રૂપાલાના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો છે. અપક્ષ ઉમેદવાર અમરશી દેસાણીએ 34 વાંધાઓ ઉઠાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેસાણીએ વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે પરશોત્તમ રૂપાલાએ 300ના સ્ટેમ્પ પર સોગંદનામું રજૂ કર્યું નથી. રૂપાલાનું ફોર્મ માન્ય રાખવામાં આવતા અપક્ષ ઉમેદવારે લેખિતમાં ચૂંટણી અધિકારીને અરજી કરી હતી. જોકે રૂપાલાનું કોર્મ ચકાસણી દરમિયાન મંજૂર રાખવામાં આવ્યું છે. 


દેસાણીએ કહ્યું કે ચૂંટણી પંચની સૂચના મુજબ ઉમેદવારે જે સોગંદનામું રજૂ કરવાનું હોય છે તે 300ના સ્ટેમ્પ પેપર ઉપર કરવાનું હોય છે. રૂપાલાએ માત્ર 50 રૂપિયાનો સ્ટેમ્પ વાપર્યો છે. ચૂંટણી પંચની સૂચનાનો ભંગ કર્યો છે અને આમ છતાં તેમનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે.


બેંકમાં મૂકવામાં આવેલી થાપણ સંબંધી જે વિગતો દર્શાવવાની હોય છે તેમાં પણ રૂપાલાએ અધૂરી વિગત આપી હોવાનો આક્ષેપ અપક્ષ ઉમેદવાર દેસાણીએ કર્યો છે, તેમના જણાવ્યા મુજબ થાપણ કયારે મૂકી કેટલી રકમની મૂકી અને પાકતી મુક્ત કઈ છે ત્યારે કેટલા રૂપિયા મળશે તેવી કોઈ વિગત રૂપાલાએ દર્શાવી નથી.



દેસાણીએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોષી સમક્ષ એવી દલોલ કરી હતી કે જો તમને એવું લાગતું. હોય તો અત્યારે રૂપારાનું ફોર્મ હોલ્ડ પર રાખો અને કાયદાકીય પરિસ્થિતિ સ્પષ્ટ થયા પછી તે મંજૂર- નામંજૂર કરવાનો નિર્ણય લો, પરંતુ કલેક્ટરે આ વાત પણ માન્ય રાખી નથી અને એમ જણાવ્યું હતું કે તમે જે લેખિતમાં વાંધા લીધા છે તે તમામનો હતાં લેખિતમાં તમને જવાબ આપીશ.