India Canada Relations : દીકરાને ભણવા કેનેડા મોકલનાર માતાપિતા ચિંતામાં, સંતાનો દિવસમાં ચાર વાર માતાપિતાને ફોન કરે છે
India Canada Relations : ભારત-કેનેડાના સંબંધો તંગ બનતાં જેમનાં સંતાનો અને સ્વજનો કેનેડામાં રહે છે તેવા હજારો લોકોની વધી ચિંતા,,, કેનેડામાં મોટી સંખ્યામાં ગુજરાતી વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ
india canada row : સમગ્ર રાજ્યમાં આવા અનેક વાલીઓ છે, જેમના સંતાનો કેનેડામાં વસે છે કે પછી અભ્યાસ કરે છે. તેઓ હવે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દી ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ ઉકેલાઈ જાય. કેમ કે સંતાનને વિદેશ મોકલવા માટે પરિવારની મહેનત, લાખો રૂપિયા અને પરિવારનું ભવિષ્ય દાવ પર લાગેલા છે. કેનેડામાં વસતા ભારતીયો જ્યાં વિદ્યાર્થીઓને ચિંતા ન કરવાની સલાહ આપે છે, ત્યાં સાવચેત રહેવા પણ જણાવે છે. તેની પાછળનું કારણ છે કેનેડામાં પ્રવર્તતી અનિશ્વિતતાની સ્થિતિ. જેમના સંતાનો કેનેડામાં અભ્યાસ માટે ગયા છે, તે સ્વાભાવિક રીતે જ ચિંતામાં છે. ત્યારે અમે એવા માતાપિતા સાથે વાત કરી, જેમના સંતાનો કેનેડામાં ભણી રહ્યા છે, અથવા નોકરી કરી રહ્યાં છે. વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા શેખ પરિવારનો પુત્ર અમીર શેખ આ ચોથી સપ્ટેમ્બરે જ કેનેડા અભ્યાસ માટે ગયો છે. કેનેડાની સ્થિતિને જોતાં પરિવાર ચિંતિત છે, સૌથી મોટી ચિંતા પુત્રની સલામતીની છે.
ભારત કેનેડાના સંબંધોમાં તકરાર આવતા ભારતીયો ચિંતામાં મૂકાયા છે. વડોદરામાં છાણી નવાયાર્ડમાં રહેતો શેખ પરિવાર ચિંતામાં મૂકાયો છે. સમીર હુસેન શેખે કહ્યું, 4 સપ્ટેમ્બરે જ મારા પુત્ર અમીર હુસેન શેખને કેનેડા અભ્યાસ માટે મોકલ્યો હતો. ભારતે કેનેડામાં રહેતા લોકોને સાવચેત રહેવા ટકોર કરતાં પરિવાર વધુ ચિંતામાં આવ્યો છે. મારા દીકરાને સરકારની madad.gov.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવા સૂચના આપી છે. મારા દીકરાને ઘરેથી કોલેજ અને કોલેજથી ઘરે જવા માટે પણ સૂચના આપી છે. મારો દીકરો 12 સાયન્સ બાદ કેનેડાના ઓન્ટારીયો પીટરબોરોમાં ફ્લેમિંગ કોલેજમાં સાયબર સિક્યોરિટીનો અભ્યાસ કરવા માટે ગયો છે. હાલ અમે રોજ અમીર હુસેન શેખનો સંપર્ક કરીને તેની સાથે વાત કરી લઈએ છીએ.
દેશ-દુનિયાની વસ્તીનો આંકડો બતાવતી ખાસ ઘડિયાળ મૂકાઈ ગુજરાતના આ શહેરમાં
ભારત કેનેડા સરકારના સંબંધો વણસતાં વડોદરાનો પરિવાર ચિંતામાં મૂકાયો છે. સુભાનપુરામાં રહેતાં બારોટ પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પરિવારનો દીકરો વર્ષિત બારોટ કેનેડામાં કેમિકલ એન્જિનિયરના અભ્યાસ માટે ગયો છે. આ વિશે વર્ષિત બારોટના પિતા વિપુલભાઈ બારોટે જણાવ્યું કે, ભારત કેનેડાના સંબંધો બગડતા પરિવાર ખુબ ચિંતામાં છે. ભારત સરકારે બાળકોના ભવિષ્ય અને માતા પિતાને ધ્યાનમાં રાખી કોઇ સારો નિર્ણય કરવો જોઈએ. ભારત અને કેનેડાના સંબંધો વહેલી તકે સારા થાય તેવું અમે ઇચ્છીએ છીએ. મારા દીકરાને ગ્રુપમાં ઘરથી કોલેજ અને કોલેજથી ઘરે જવા સૂચના આપી છે. કેનેડા સરકાર ભારતીયોને પરત મોકલી દેશે તો બાળકોના ભવિષ્યનું શું??
જય જય અંબે! આવતીકાલથી શરૂ થનારા ભાદરવી પૂનમના મેળામાં પગપાળા જતા ભક્તોને મળશે આ ખાસ સુવિધા
કેનેડા બોર્ડર પર માર્યા ગયેલા ડિંગુચા પરિવારનો સદસ્ય નીકળ્યો એજન્ટ, નવુ કૌભાંડ ખૂલ્ય
તો સુરતના પ્રજાપતિ પરિવારે પણ ચિંતા વ્યક્ત કરી. કેનેડાના ઓન્ટોરિયોમાં તેમનો દીકરો રહે છે. મિલન પ્રજાપતિ કેનેડામાં રહે છે. ત્યારે મિલનના માતાએ જણાવ્યું કે, મિલન બે વર્ષથી કેનેડામાં રહે છે. પહેલા એક બે દિવસમાં એક વાર વાત થતી હતી. હવે રોજે 4 વખત વાત થાય છે. હાલ તો આ વિસ્તારમાં પરિસ્થિતિ સારી છે. પરંતુ અમારી સરકારને અપીલ છે કે વહેલી તકે તમામ બાબતોનું નિરાકરણ આવે. મિલન સાથે અન્ય 6 યુવાનો રહે છે. મિલનની માતા વાતચીતમાં રડી પડ્યા હતા. તેઓ સતત ચિંતિત છે. મિલન અમારા પરિવારનો એકનો એક દીકરો છે.
કેનેડામાં વસતા ભારતીયો જ્યાં વિદ્યાર્થીઓને ચિંતા ન કરવાની સલાહ આપે છે, ત્યાં સાવચેત રહેવા પણ જણાવે છે. તેની પાછળનું કારણ છે કેનેડામાં પ્રવર્તતી અનિશ્વિતતાની સ્થિતિ. જેમના સંતાનો કેનેડામાં અભ્યાસ માટે ગયા છે, તે સ્વાભાવિક રીતે જ ચિંતામાં છે.
ગુજરાતમાં વરસાદના છઠ્ઠા રાઉન્ડની આગાહી, તેની એન્ટ્રી પણ ખતરનાક હશે