દેશ-દુનિયાની વસ્તીનો આંકડો બતાવતી ખાસ ઘડિયાળ મૂકાઈ ગુજરાતના આ શહેરમાં

Digital Population Clock :વ ડોદરાની MS યુનિવર્સિટીમાં રાજ્યની પહેલી અને દેશની 8મી ડિઝિટલ પોપ્યુલેશન ક્લોકનું કરાયું ઉદ્ઘાટન,,, હેલ્થ અને ફેમિલી વેલ્ફેર મંત્રાલયના DG એર.આર. મીનાએ કર્યું ઉદ્ઘાટન,,, ડિઝિટલ પોપ્યુલ્શન ક્લોક મુજબ  દેશની વસ્તી 1.43 અબજથી વધારે

દેશ-દુનિયાની વસ્તીનો આંકડો બતાવતી ખાસ ઘડિયાળ મૂકાઈ ગુજરાતના આ શહેરમાં

Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરાની એમ એસ યુનિ.માં રાજ્યની પહેલી અને દેશની 8મી ડિજિટલ પોપ્યુલેશન કલોકનું ઉદઘાટન કરાયું છે. આ ડિજીટલ પોપ્યુલેશન ક્લોક દેશ અને રાજ્યની વસ્તીના રિયલ ટાઈમ આંકડા બતાવશે. ભારત સરકારના હેલ્થ અને ફેમિલી વેલ્ફેર મંત્રાલયના DG એર. આર. મીનાએ તેનું ઉદઘાટન કર્યું. 

હેલ્થ મિનીસ્ટ્રી દ્વારા ઘડિયાળ ભેટ કરાઈ
હાલ વડોદરાની એમએસ યુનિવર્સિટી તેની 75 મી વર્ષગાઢ મનાવી રહી છે, ત્યારે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તરફથી MS યુનિવર્સિટીને આ ખૂબ જ કિંમતી ભેટ છે. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના સહયોગથી ગુજરાતમાં માત્ર MS યુનિવર્સિટીને પોપ્યુલેશન ક્લોક આપવામાં આવી છે. ક્લોકનું ઇન્સ્ટોલેશન થયું, ટેસ્ટિંગ થયું, વેલિડેશન થયું, ત્યારબાદ આજે ક્લોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. . આ ક્લોકમાં જે આંકડા આવશે તે આપણા દેશની અને ગુજરાતની પોપ્યુલેશન બતાવશે. MS.યુનિવર્સિટીમાં ભણનારા 55 હજાર વિદ્યાર્થી અને સ્ટાફ દેશ અને રાજ્યની વસ્તી વિશે અવલોકન કરી શકશે.

એસ આર મીનાએ જણાવ્યું કે, ભારત સરકાર દર વર્ષે રૂ. 1 કરોડની ગ્રાન્ટ આપે છે. આ ડેટા PMO ને મોકલાય છે. ડિજિટલ પોપ્યુલેશન ક્લોક મુજબ દેશની વસ્તી 1.43 અબજથી વધારે છે, ગુજરાતમાં 1.10 મિનિટે 2 લોકોનો વસ્તીમાં વધારો થાય છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં એક માત્ર MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર આવેલું છે, દેશ અને રાજ્યની વસ્તીમાં કેટલો વધારો થઈ રહ્યો છે અને લોકોને તેની સતત જાણકારી મળતી રહે આ બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે કેન્દ્ર સરકારે દેશમાં જ્યાં જ્યાં પોપ્યુલેશન રિસર્ચ સેન્ટરો છે, ત્યાં પોપ્યુલેશન ક્લોક મૂકવાનો નિર્ણય કર્યો છે. તેથી આ ઘડિયાળ વડોદરામાં મૂકાઈ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news