ભારતમાં ઊંટડીના દૂધનો પ્રથમ પ્લાન્ટ શરૂ, દુબઇ-પાકિસ્તાન નથી કરી શક્યું તે કચ્છે કરી દેખાડ્યું!
વિશ્વમાં ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઇ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર છે અને ચોથું ત્યાંથી પણ અત્યાધુનિક એવું પ્રોસેસિંગ કેન્દ્ર કચ્છના ચાંદ્રાણી ગામે 2023ના આરંભ સાથે શરૂ થયું છે. ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઇ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર અને ચોથું રાષ્ટ્રનું પ્રથમ તથા વિશ્વનું એવું સર્વપ્રથમ પ્રોસેસિંગ યુનિટ છે.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ભારતનો ઊંટડીના દૂધનો પ્રથમ પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યો છે. ઊંટડીના દુર્ગંધમુક્ત દૂધમાં કચ્છને મોટી સફળતા મળી છે. દુબઇ-પાકિસ્તાનમાં પણ ઊંટના દૂધમાં વાસ તો રહે જ છે. ત્યારે ઊંટની ઉપયોગિતા રણમાં તો છે પણ હવે વૈશ્વિકસ્તરે વધી ગઇ છે, મેડિકલ ક્ષેત્રે પ્રમાણિત થયું છે કે ઊંટના દૂધમાં ‘ઇન્સ્યુલિન’નું પ્રમાણ ભારે વધુ હોવાથી જો મધુપ્રમેહથી પીડિત વ્યક્તિ ઊંટના દૂધનું સેવન કરે તો ડાયાબિટીસ પણ અંકુશમાં આવી જાય છે.
અગાઉ 20 રૂપિયે લીટર ઊંટડીનું દૂધ વેચાતું અને હવે 50 રૂપિયે લિટર મળે છે. જેથી માલધારી વારસદારો અન્ય ધંધામાંથી કેમલ મિલ્કના ધંધામાં વળ્યા હોવાની વાત વડીલ માલધારીએ Zee મીડિયાને જણાવી હતી. વિશ્વમાં ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઇ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર છે અને ચોથું ત્યાંથી પણ અત્યાધુનિક એવું પ્રોસેસિંગ કેન્દ્ર કચ્છના ચાંદ્રાણી ગામે 2023ના આરંભ સાથે શરૂ થયું છે. ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઇ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર અને ચોથું રાષ્ટ્રનું પ્રથમ તથા વિશ્વનું એવું સર્વપ્રથમ પ્રોસેસિંગ યુનિટ છે. જેમાં દૂધમાંથી દુર્ગંધ સદંતર દૂર કરવામાં સફળતા મળી છે.
તું નહીં તો હું અને હું નહીં તો તું : ગુજરાતમાં કોંગ્રેસીઓ રમી રહ્યાં છે પકડદાવ
રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં ઓગસ્ટ 22મા વડાપ્રધાને લોકાર્પણ કર્યું એ ચાંદ્રાણી ગામે નિર્મિત સરહદ ડેરીના દૂધ ઉત્પાદન અને પેકેજિંગ પ્લાન્ટ એ જાન્યુઆરી-23થી કામ કરવાનું શરૂ કર્યું. કરોડોના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં આવેલા ‘કેમલમિલ્ક’ પ્રોસેસિંગ યુનિટમાં ‘ડિયોડરલાઇઝેશન’ મશીનની મદદથી ઊંટડીના દૂધમાં રહેલી પરંપરાગત દુર્ગંધ દૂર થઇ જતા આવનારા સમયમાં આ પ્લાન્ટને મોટી સફળતા મળશે કારણ કે, વિશ્વમાં ઊંટડીના દૂધક્ષેત્રે હજુ સુધી ક્યાંયે દૂર્ગંધ દૂર કરી શકાઇ નથી.
લોકસભામાં કોંગ્રેસ આ 56 બેઠકોને ટાર્ગેટ કરશે, ગુજરાતમાં ભૂંડી હારને પગલે દિલ્હી...
તો મેડિકલ ક્ષેત્રે પણ ઉપયોગી સાબિત થતા ડાયાબિટીસ, કેસર જેવા દર્દોમાં પણ રાહત અપાવે છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલ ચાંદ્રાણી પ્લાન્ટમાં ઊંટડીના દૂધનું ટેટ્રાપેકિંગ રાય છે, જેથી તેનું આયુષ્ય છ મહિના થયું છે. દૂધમાં ઘટ્ટતા વધે છે. વળી ડિયોડરલાઇઝેશન મશીન દુર્ગંધ દૂર કરતું હોવાથી તેની લોકપ્રિયતા પણ વધી છે. અહીં પ્રોસેસિંગ, સ્ટરિલાઇઝેશન, પેકિંગ, ટ્રેટાપેક બધું થાય છે. અહીં આઇસ્ક્રીમ-ચોકલેટનું ઉત્પાદન કરીને પણ માર્કેટમાં મોટા પાયે મૂકાશે..
1.40 કરોડ ગુજરાતીઓને સૌથી મોટો ઝટકો, વીજદરમાં કરાયો ધરખમ વધારો
કચ્છમાં ઊંટ ઉછેરક માલધારી સંગઠન રચાયું છે. અહીં હાલ 13,300 ઊંટ છે. જેમાં 1600 ખારાઇ ઊંટ છે. ખારાઇ ઊંટ ફકીરાણી જત સમુદાય પાળે છે અને તે દરિયામાં તરીને બેટ પર ચેરિયા ખાય છે. જો ચેરિયા લુપ્ત થશે તો ખારાઇ ઊંટની જાત લુપ્ત થઇ જશે. વિશ્વમાં એકમાત્ર આ ઊંટ તરી શકે છે. દેશભરમાં ઊંટની સંખ્યા ઘટે છે, જ્યારે કચ્છ-રાજસ્થાનમાં તેમની સંખ્યા વધી રહી છે.
ગુજરાતના આ વિસ્તાર સહિત શહેરમાં કાશ્મીર જેવી સ્થિતિ! છેલ્લા 15 વર્ષથી અમલમાં છે...'