Indian Railways અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ઉનાળા વેકેશનની શરૂઆત થતા અને લોકસભાની ચૂંટણી હોવાના કારણે ટ્રેનમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. પાછલા દસ દિવસમાં જ બે લાખથી વધુ મુસાફરોએ રેલવેમાં મુસાફરી કરી છે. મોટા ભાગની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવું મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં વેઇટિંગ વધુ છે. આ માટે રેલવેએ સમર સ્પેશિયલ ટ્રેનોની શરૂઆત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે વધુ 2,742 ટ્રીપ્સનો ઉમેરો કરી 9111 ટ્રીપ્સ નું સંચાલન
ગત વર્ષે ઉનાળા વેકેશન દરમિયાન રેલવેએ 6,359 ટ્રીપ્સ ગોઠવી હતી. આ વર્ષે વધુ 2,742 ટ્રીપ્સનો ઉમેરો કરી 9111 ટ્રીપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ માટેનું મુખ્ય કારણ ચૂંટણી પણ છે. ચૂંટણીને કારણે લોકોની અવરજવર વધી ગઈ છે. ઉપરથી વેકેશન પણ હોવાથી મુસાફરોનો ડબલ લોડ થયો છે. તેથી હાલ રેલવેએ સતત ગાડીઓ દોડાવી રહી છે. 


ઈટલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગો છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવો


પશ્ચિમ રેલવે દ્વારા સૌથી વધુ ટ્રેનોનું સંચાલન
આ વિશે અમદાવાદના DRM સુધીર શર્માએ માહિતી આપતા જણાવ્યુ કે, રેલવે દ્વારા મધ્ય રેલવે અંતર્ગત 488, પૂર્વી રેલવે 254, પૂર્વ મધ્ય રેલવે 1003, પૂર્વી કોસ્ટ રેલવે 102, ઉત્તર મધ્ય રેલવે 142, ઉત્તરપૂર્વીએ રેલવે 244, ઉત્તરપૂર્વીય ફ્રન્ટીયર રેલવે 88, ઉત્તર રેલવે 778, ઉત્તર પશ્ચિમ રેલવે 1623, દક્ષિણ મધ્ય રેલવે 1012, દક્ષિણ પૂર્વ રેલવે 276, દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે 12, દક્ષિણ પશ્ચિમ રેલવે 810 દક્ષિણ રેલવે 249 પશ્ચિમ મધ્ય રેલવે 162 પશ્ચિમ રેલવે 1878 ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. 


ઉત્તર ભારત અને મુંબઈ તરફ જતા મુસાફરોની સંખ્યા વધુ
ઉનાળો વેકેશન અને ચૂંટણીના કારણે ટ્રેનોમાં મુસાફરી કરનારાઓની સંખ્યા વધી છે. હાલ તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાના, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યો તરફ જતી ટ્રેનોમાં વેઈટિંગ વધુ છે. 


એક બાજુ એકલા પસાલાલ અને બીજી બાજુ 24 કરોડ ક્ષત્રિયો, તો પણ ભાજપે જીદ ન છોડી


પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવી
પશ્ચિમ રેલવે દ્વારા 19 એપ્રિલ થી 78 જોડી સમર સ્પેશિયલ ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. મુંબઈથી 14 જોડી, સુરત ઉધનાથી 22 જોડી, સુરત ઉધનાથી પસાર થતી 23 જોડી, યુપી અને બિહાર રાજ્યોના સગવડ માટે 45 જોડી, ઉત્તર ભારતના સગવડ માટે 10 જોડી, ગુજરાતમાં અમદાવાદ વડોદરા ઓખા હાપા વલસાડ અને રાજકોટ થી ચાલતી 38 જોડી, મધ્યપ્રદેશથી ચાલતી ચાર જોડી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. 


ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો વરસાદ