ગુજરાતીઓ બહુ કેનેડા કેનેડા કેમ કરે છે, આ છે તેના 3 મોટા કારણ
Jobs In Canada : કોઈ પણ દેશમાં સ્થાયી થવા માટે સૌથી જરૂર છે એ દેશમાં પ્રવેશવાના નિયમો. કેટલાક દેશોના આકરા નિયમોને કારણે ત્યાં એન્ટ્રી મેળવવી મુશ્કેલ છે. પરંતું કેનેડામાં સરળતાથી પ્રવેશ મળી જાય છે
Gujarati In Canada : ગુજરાતીઓને બે શોખ વ્હાલા છે. એક તો ફરવાના અને બીજા વિદેશમાં સેટલ્ડ થવાના. દર બીજા ગુજરાતીનું આ સપનુ હોય છે. ખાસ કરીને વિદેશમાં વસવા માટે દર વર્ષે મોટી સંખ્યામં લોકો અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા જતા હોય છે. પરંતુ આ બધા દેશોમાં કેનેડા હોટ ફેવરિટ છે. હાલ ગુજરાતી વિદ્યાર્થીઓનું પણ એક જ સપનુ છે કે, કેનેડા જવુ છે. તમને પણ એવુ થતુ હશે કે દર બીજો ગુજરાતી કેમ કેનેડાનું નામ લે છે. કેનેડામાં એવુ તો શુ છે કે, તે અમેરિકા કરતા પણ હોટ ફેવરિટ છે. ત્યારે આજે જાણી લો કે, ગુજરાતીઓને કેમ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા કરતા કેનેડામાં જવાનો વધુ ક્રેઝ છે.
કેનેડા સુરક્ષિત દેશ છે
કોઈ પણ દેશમાં સ્થાયી થવા માટે સૌથી જરૂર છે એ દેશમાં પ્રવેશવાના નિયમો. કેટલાક દેશોના આકરા નિયમોને કારણે ત્યાં એન્ટ્રી મેળવવી મુશ્કેલ છે. પરંતું કેનેડામાં સરળતાથી પ્રવેશ મળી જાય છે. બીજુ એ કે ત્યાંનુ વાતાવરણ સારું છે. અભ્યાસ કરવા માટે કેનેડાની યુનિવર્સિટીઓ વધુ આકર્ષિત કરે છે. અને ત્રીજુ એ કે, કેનેડા ફ્રેન્ડલી અને સુરક્ષિત દેશ છે.
ગુજરાતના આ બાહુબલી નેતાના ઘરે ED ની રેડ, દોઢ કરોડ રૂપિયા રોકડા મળ્યા
કેનેડામાં જલ્દી પીઆર મળી જશે
હાલ ગુજરાતમાં કેનેડા જવાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ પુષ્કળ પ્રમાણમાં છે. ધ કેનેડિયન બ્યુરો ફોર ઈન્ટરનેશનલ એજ્યુકેશને હાલમાં જ સ્ટુડન્ટ્સ સંબંધિત સર્વેના પરિણામ જાહેર કર્યા છે. જેમાં જણાવાયું કે, મોટાભાગના વિદ્યાર્થીઓનું એવું માનવું છે કે કેનેડા સુરક્ષિત દેશ છે અને અહીં જીવન એકદમ સ્થિર છે. તેમજ કેનેડામાં મળતું શિક્ષણ પણ ઉચ્ચ ગુણવત્તાનું છે. વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડાની પસંદગી કરી રહ્યા છે કારણકે તેઓની એવી આશા છે કે કેનેડામાં અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ત્યાંના કાયમી રહેવાસી (permanent resident) બની જશે. એટલે કે કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓને કેનેડિયન પીઆર (PR) મળી જવાની આશા છે.
ગુજરાતમાં ચોમાસાની હજી કેટલી રાહ જોવી પડશે, હવામાન વિભાગે આપ્યા લેટેસ્ટ અપડેટ
કેનેડામાં દર વર્ષે મોટા પ્રમાણમાં ભારતીય વિદ્યાર્થીઓને પીઆર અપાય છે. તેમજ જો તમે ઓછા ખર્ચે વિદેશમાં ભણવા માંગો છો તો કેનેડા તેમના માટે સારો ઓપ્શન બની રહે છે. એક સ્ટુડન્ટ કહે છે કે, અહીં દુનિયાભરમાંથી આવતા વિવિધ દેશોના વિદ્યાર્થીઓને સરખું સન્માન આપવામાં આવે છે. અભ્યાસ કરવા માટે કેનેડાનું વાતાવરણ ખૂબ જ સારું છે.
આમ, કેનેડા જવાના અનેક કારણો ગુજરાતીઓ પાસે છે. જોકે, ગુજરાતમાં વિદેશ સેટલ્ડ થવાનો મોહ વધુ છે. ખાસ કરીને અમેરિકા એ દરેક ગુજરાતીનું પહેલુ સપનુ છે. પરંતુ અમેરિકામાં સરળતાથી પ્રવેશ મળતો ન હોવાથી હવે કેનેડા જવાનો ક્રેઝ વધ્યો છે.
હું તેના માટે કોલડ્રિંક્સ લેવા ગયો અને તેણે એકાંતમાં મારી પત્નીને પ્રપોઝ કરી દીધું