હું તેના માટે કોલડ્રિંક્સ લેવા ગયો અને તેણે એકાંતમાં મારી પત્નીને પ્રપોઝ કરી દીધું

Friend Killed Friend : કડીમાં થોડા દિવસ પહેલા યુવકના 6 મહિના પહેલાં મિત્ર બનેલા યુવકે જ પ્રેમપ્રકરણમાં તેની હત્યા કરી હતી. ત્યારે આજે એક અન્ય હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
 

હું તેના માટે કોલડ્રિંક્સ લેવા ગયો અને તેણે એકાંતમાં મારી પત્નીને પ્રપોઝ કરી દીધું

Mehsana News તેજસ દવે/મહેસાણા : હું તેના માટે કોલડ્રિંક્સ લેવા ગયો અને તેણે એકાંતમાં મારી પત્નીને પ્રપોઝ કરી દીધું... મારાથી એ સહન ન થયું, એટલે હત્યા કરી કેનાલમાં ફેંકી દીધો... આ શબ્દો છે કડીમાં સાથી કર્મચારીની હત્યા કરી દીધા બાદ ગુનાની કબૂલાત કરતા હત્યારાના. કડીમાં કરીયાણાની દુકાનમાં કામ કરતો એક યુવાન અચાનક ગુમ થઈ ગયો અને બે દિવસ પછી તેની નર્મદા કેનાલમાંથી લાશ મળી. આ દરમિયાન મૃતક યુવાન સાથી કર્મચારીની ગાડીમાં જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ત્યારબાદ દુકાન માલિકે સાથી કર્મચારીને કરેલા ફોનમાં હત્યાની કબૂલાત કરવામાં આવી હતી. શુ છે આખી આ ઘટના જુઓ આ રિપોર્ટમાં.
 
કડીમાં થોડા દિવસ પહેલા યુવકના 6 મહિના પહેલાં મિત્ર બનેલા યુવકે જ પ્રેમપ્રકરણમાં તેની હત્યા કરી હતી. ત્યારે આજે એક અન્ય હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એમાં મિત્રએ જ મિત્રને પહેલા મોતને ઘાટ ઉતાર્યો અને બાદમાં તેને કેનાલમાં નાંખી દીધો. આ સમગ્ર હત્યાની કબૂલાત આરોપીએ જાતે કરતાં તેણે કયા કારણસર હત્યા કરી. શા માટે તેણે આ પગલું ભર્યું, કઈ રીતે તેણે હત્યા કરી એની કબૂલાત કરી. 

કડીના કુંડાલ ગામે રહેતો કરણ કડી માર્કેટ યાર્ડમાં આવેલા અક્ષર કિરાણા સ્ટોરમાં છેલ્લાં દસ વર્ષથી નોકરી કરતો હતો. તેને પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. કરણ શનિવારે ઘરેથી પોતાના કામ અર્થે જવા માટે નીકળ્યો હતો. પરંતુ સાંજ સુધી તે પાછો ફર્યો નહીં, જેથી તેના પરિવારને ચિંતા થઈ કે શા માટે રોજની જેમ કરણ હજુ ઘરે પરત ફર્યો નથી. તેથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી. તેથી તેમણે અંતે પોલીસનો સહારો લઈ રવિવારના રોજ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે પણ પરિવારની ફરિયાદ પરથી પૂછપરછ ચાલુ કરતાં કરણ જ્યાં નોકરી કરતો હતો ત્યાં તપાસ હાથ ધરી હતી. દુકાનમાં લાગેલા CCTV તપાસ્યા હતા, સાથે તેની સાથે કામ કરતા જૈમિન ઉર્ફે લાલભાની પણ પૂછપરછ કરી હતી. એ બાદ અચાનક મોઢેરા નર્મદા કેનાલમાંથી એક લાશ મળી આવી હતી. લાશ મળતાં પોલીસે આ લાશ કોની છે એની તપાસ હાથ ધરી હતી. એમાં આ લાશ કરણની જ હોવાનું ખૂલ્યું હતું. લાશ પર ઇજાનાં નિશાનો જોવા મળ્યાં હતાં. CCTVના આધારે તપાસ હાથ ધરતાં આ કાર મામલે પોલીસને જાણ થઈ હતી કે આ કાર કરણ સાથે કામ કરતા જૈમિન ઉર્ફે લાલભાની છે. સાથે દુકાનમાલિકને પણ CCTVની જાણ થતાં માલિક ચકાભાઇ અને હરિભાઈએ જૈમિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ ટેલિફોનિક વાતચીતમાં સમગ્ર હત્યાની ઘટના સામે આવી હતી. જૈમિને અંતે તૂટીને સમગ્ર ઘટના મામલે બંને દુકાનના માલિકને જણાવ્યું હતું.

‘મારાથી ભૂલ થઈ ગઈ, મેં તારી પત્ની સાથે આવું કર્યું’ આવી કબૂલાત કરતાં જ સાથી કર્મચારી લાલભા નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો, અને આ બનાવને અંજામ આપી દીધો.જો કે કોલ રેકોર્ડિંગ બહાર આવ્યા બાદ આરોપી હાલમાં ફરાર થઇ ગયો છે. પણ આ ઘટનાને સૌને વિચારતા કરી મુક્યા છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news