ઝી બ્યુરો/દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આવેલ ITI માં આજ રોજ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્નિકલ અને નોન ટેક્નિકલ વિભાગમાં જિલ્લાની અને જિલ્લા બહારની કંપની આવી હતી અને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આગામી 48 કલાકમાં અહીં થઈ શકે છે જળપ્રલય! જાણો અંબાલાલ પટેલની ભયાનક આગાહી


દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આજ રોજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ITI ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં જિલ્લાની તેમજ જિલ્લા બહારની કંપનીઓ હાજર રહી હતી. આ કંપનીઓની અંદર ટેક્નિકલ તેમજ નોન ટેક્નિકલ , ITI , SSC , HSC, સહિતના ઓને રોજગાર માટેના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 


આ શખ્સની હિંમતે દાદ! મોજ શોખ પુરા કરવા નાની નહી સીધી જ કરી નાંખી મોટી ચોરી, એના પછી.


જેમાં પીક્સેલ રાજકોટ, મહિન્દ્રા સોલાર, કચ્છ SBI લાઈફ, પ્રિન્સ ઇન્ફો ટેક સહિતની કમ્પનીમાં ઉમેદવારના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ તકનો ફાયદો ઉઠાવવા માટે 160થી વધુ યુવાનોના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પૂર્ણ થઈ થઈ ચૂકી હતી અને અન્યોના ઇન્ટરવ્યૂ માટે પણ વિવિધ વિભાગોમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે.


વાહન ચોરીમાં મજા અને શોર્ટ કટ મનીના ચક્કરમાં ઇસરોનો એન્જિનિયર ચોર બન્યો! જાણો વિગતે


સાથે સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.


પહેલા MBBS પછી IAS, જ્યાં ગયા ત્યાં લાઈમલાઈટ મેળવી: IAS ધવલ પટેલે સરકારને ભેરવી દીધી