વાહન ચોરીમાં મજા અને શોર્ટ કટ મનીના ચક્કરમાં ઇસરોનો એન્જિનિયર ચોર બન્યો! જાણો કેવી રીતે ગુનાની દુનિયામાં પગ મૂક્યો

Ahmedabad Crime News: વાહન ચોરીમાં મજા અને શોર્ટ કટ મનીના ચક્કરમાં એરોટીકસ એન્જિનિયર યુવક વાહન ચોર બની ગયો, અને 17 ચોરીના ગુના આચર્યા હતા. મજાક મજાકમાં શરૂ કરેલી ચોરી હવે ગંભીર ચોરીના ગુનામાં તબદીલ થઈ ગઈ છે.

વાહન ચોરીમાં મજા અને શોર્ટ કટ મનીના ચક્કરમાં ઇસરોનો એન્જિનિયર ચોર બન્યો! જાણો કેવી રીતે ગુનાની દુનિયામાં પગ મૂક્યો

ઉદય રંજન/અમદવાદ: શોર્ટકટમાં પૈસા કમાવવા એરોટીકસ એન્જીનિયર યુવકે ઇસરોની નોકરી છોડીને વાહન ચોર બન્યો હોવાની ઘટના સામે આવી છે. આ યુવકે વાહન ચોરી કરવામાં મજા આવતી હોવાથી 17 વાહનોની ચોરી કરી છે. નારણપુરા પોલીસે CCTV ફુટેજના આધારે વાહન ચોરની ધરપકડ કરી લીધી છે, ત્યારે આરોપી એરોટીકસ એન્જીનીયરમાંથી કેમ બન્યો વાહન ચોર?

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપીનું નામ ઉમંગ વાછાણી છે જે એરોટીકસ એન્જીનિયર છે. શોર્ટકટથી પૈસા કમાવવા માટે 2 મહિનામાં 17 વાહનોની ચોરી કરી છે. આરોપી ઉમંગ વાછાણીએ નારણપુરા, વાડજ, ઘાટલોડિયા , નવરંગપુરા, વસ્ત્રાપુર અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી જુદા જુદા સ્થળે એક્ટિવા ચોરી કરી હતી. એક્ટિવા ચોરીનું પ્રમાણ વધતા પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ મદદથી પોલીસ આરોપી ઉમંગ વાછાણી સુધી પહોંચી હતી. અને તેની પૂછપરછમાં નારણપુરા, ઘાટલોડિયા, નવરંગપુરા, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી અને સેટેલાઇટમાં 15 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો છે. જ્યારે વલસાડમાંથી 2 એક્ટિવા ચોરી ને તપાસ શરૂ કરાઇ છે .

પકડાયેલ વાહન ચોર ઉમંગ વાછાણી મૂળ વલસાડ નો રહેવાસી છે. અમદાવાદ માં મેમનગરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. એક વર્ષ પહેલાં એરોટીકસ એન્જીનીયરીંગમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને ઇસરોમાં એરોટીકસ જુનિયર એન્જિનિયર તરીકે જોડાયો હતો. આરોપીએ એક્ટિવા ચાલક ચાવી વાહનમાં ભૂલી જતા તેને મજાક મજાક માં વાહનની ચોરી કરી અને અમદાવાદ શહેરમાં ફર્યો. પેટ્રોલ પતી જતા વાહન બિનવારસી મૂકી દીધું હતું. ત્યારબાદ ફરી બીજી એક્ટિવા ચોરી કરી અને તેને વાહન ચોરી કરવામાં મજા આવવા લાગી. જેથી નોકરી છોડીને 2 મહિનામાં આરોપીએ 17 વાહનની ચોરી કરી. નારણપુરા પોલીસે વાહન ચોરી કેસમાં આરોપીની ધરપકડ કરીને ચોરીના વાહન જપ્ત કર્યા છે.

વાહન ચોરીમાં મજા અને શોર્ટ કટ મનીના ચક્કરમાં એરોટીકસ એન્જિનિયર યુવક વાહન ચોર બની ગયો, અને 17 ચોરીના ગુના આચર્યા હતા. મજાક મજાકમાં શરૂ કરેલી ચોરી હવે ગંભીર ચોરીના ગુનામાં તબદીલ થઈ ગઈ છે. નારણપુરા પોલીસે વાહન ચોરને વાડજ પોલીસને સોંપતા પોલીસે રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news