સુરત પોલીસની મોટી સફળતા, આખા શહેરમાં તરખાટ મચાવનાર સિકલીગર ગેંગના 3 આરોપી પકડાયા
Surat Crime News : લાંબા સમયથી રાજ્યમાં તરખાટ મચાવતી સિકલીગર ગેંગના ત્રણ આરોપીઓને ગુજરાત પોલીસે પકડા પાડ્યા છે
Surat News ચેતન પટેલ/સુરત : દેશના અલગ અલગ રાજ્યમાં ઈકો ફોરવીલ કાર ની ચોરી કરી જ્વેલર્સની દુકાનોને ટાર્ગેટ કરી અસંખ્ય ઘરફોડ ચોરીને અંજામ આપનારા રીઢા સિકલીગર ગેંગના મુખ્ય આરોપી તેમજ અન્ય બે સાગરીતોને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડ્યા છે જેઓની પાસેથી દોઢ કિલો સોનુ અને રોકડ રકમ મળી કુલે 1 કરોડથી વધુના મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો છે. આ તમામ આરોપીઓને મુંબઈ ભરૂચ અને ખંભાત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. દોઢ મહિના અગાઉ આ ગેગ દ્વારા સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી કરોડો રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી ઓર્નામેન્ટ જ્વેલર્સ નામની દુકાનમાં દોઢ મહિના અગાઉ અજાણ્યા તસ્કરો દ્વારા દુકાનો શટર તોડી સોનાના તેમજ ચાંદીના દાગીના મળી રૂપિયા 1.20 કરોડની ચોરીને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આરોપીઓ સુધી પહોંચવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. મહત્વની વાત છે કે જ્યારે આરોપીઓ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવી હતી તે પહેલા તસ્કરો દ્વારા ડીવીઆરની ચોરી કરવામાં આવી હતી.
ભારતનું ફાયનાન્સિયલ ગેટ-વે બન્યું ગુજરાતનું આ શહેર, નામ લો એ નામાંકિત કંપનીની છે હાજરી
ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મળી 80 થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગુનામાં વપરાયેલી gj 6 pg4362 નબર વાળી ફોરવીલ કાર બિનવારસી હાલતમાં વડોદરાના વરણામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આ કારની વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનની હદમાંથી થોડા સમય પહેલા જ ચોરી કરવામાં આવી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદ લેવામાં આવી હતી.
આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી સસપાલસિંહ પાપા મુંબઈના થાણા વિસ્તારમાં ફરી રહ્યો છે. જેને કારણે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓપરેશન પાર પાડી મુખ્ય આરોપી સસ્પાલસિંગને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી રોકડા રૂપિયા ત્રણ લાખ કબજે કરવામાં આવ્યા હતા. આ સાથોસાથ ભરૂચ એલસીબી પોલીસની મદદ લઈ આરોપી કરનાર સિંગને ઝડપી પાડી રોકડા રૂપિયા 3.30 લાખ કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે આણંદ જિલ્લાના ખંભાતમાંથી આરોપી સેરુસિંગ સિકલીગરને ઝડપી પાડવામાં આવ્યો હતો.
અમદાવાદીઓ માટે મોટી ખબર! 15 મહિના બંધ રહેલો શાસ્ત્રી બ્રિજ ફરી શરૂ થયો
આરોપીની કડક પૂછપરછ બાદ પોલીસે સોનાની લગડી અને સોનાના ઘરેણાં મળી કુલ્લે દોઢ કિલોગ્રામ જેટલો સોનાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી અન્ય છ જેટલી ઘરફોડ ચોરીઓના ગુનાઓ ઉકેલવામાં પણ સફળતા મળી હતી. આરોપીઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે સસપાલસિંહ ઉર્ફે પાપા તેના બનેવી શેરૂસિંગ તથા અન્ય બે સાગરીતોને આ ઘરફોડ ચોરી કરવા માટે વાત કરતાસેરું સિંગે પોતાના માસીના દીકરા કરનાલસિંહને સંપર્ક કરી ચોરી કરવા માટે પ્લાન ઘડવામાં આવ્યો હતો.
સૌપ્રથમ શશપાલસિંહ દ્વારા ઘોડદોડ રોડ સ્થિત જ્વેલર્સની દુકાન ની 3 દિવસ સુધી ફોરવીલ કારમાં રેકી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ચોરીને અંજામ આપવામાં આવી હતી. અગેનની ખાસિયત એ હતી કે જ્યારે પણ તેઓ ચોરી કરવા માટે જતા હતા, ત્યારે તેઓ દ્વારા દુકાન અથવા તો ઘરમાં મૂકેલું ડીવીઆરની ચોરી કરી લઈ જતા હતા કે તેઓ સુધી પોલીસ પહોંચે નહીં. સસપાલ સિંગ ઉર્ફે પાપાએ અમદાવાદ શહેર ખાતે વર્ષ 2011-12માં આશરે છ માસના ગાળામાં 23 જેટલી જ્વેલર્સ ની દુકાનોને ટાર્ગેટ કરી તેને ચોરીની અંજામ આપી હતી. તથા વર્ષ 2019 20 માં રાજસ્થાનમાં દોઢ કરોડ રૂપિયાની ઘરફોડ ચોરીને અંજામ આપ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2023 માં મારા વાસી ખાતે એક બંધ મકાનને નિશાન બનાવી 26 તોલા સોનાના દાગીના અને રોકડની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી હતી. હાલ તો પોલીસે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અન્ય કોઈ ગુનામાં તેઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ આધારિત છે.
બહેનના દિયર સાથે મળી 19 વર્ષની છોકરીની આંખ, મોટીને હા પણ નાનીને ના પાડતાં કર્યો કાંડ