સોલા સિવિલ ખાતે જંતુનાશકના છંટકાવ વખતે આંખોમાં બળતરા, ICU ખાલી કરાવાયું
શહેરનાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જંતુનાશક દવાના છટકાવ સમયે આંખ બળતરાની ઘટના સર્જાઈ હતી. સોલા સિવિલના આઈસીયુ બનેલી ઘટના બાદ આઈસીયુમા દાખલ દર્દીઓએ આંખ બળતરાની ફરિયાદ કરી હતી અને ફરજ પર હાજર નર્સિંગ સ્ટાફ દ્વારા તરત જ ઘટનાને જોતા તમામ દર્દીઓને અન્ય આઈસીયુ વોર્ડમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા.
- દર 15 દિવસે વોર્ડ જંતુનાશક દવા એનેડીલ જીવ જંતુ ને નાશ કરવા માટે ફ્યુમિગેશન કરવામાં આવે છે
- ફ્યુમીગેશન માં વધુ માત્રા હોવાથી આખો બળતરા થવા લાગી હતી
- ૧૫ એમ એલ ની માત્રા માં ફ્યુમીગેશન વોર્ડ જંતુ મુક્ત કરવા માટે વોર્ડમાં ઉપયોગ કરવા કરાયે છે
- આજે ફ્યુમિગેશન ની માત્રા વધારે થઈ છે તેની તપાસ કરવા માં આવશે
- ચાર દર્દી icu માં હતા જેમાં એક દર્દી પરશુત્તમ ભાઈ સિરિયસ છે
અમિત રાજપુત/અમદાવાદ: શહેરનાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જંતુનાશક દવાના છટકાવ સમયે આંખ બળતરાની ઘટના સર્જાઈ હતી. સોલા સિવિલના આઈસીયુ બનેલી ઘટના બાદ આઈસીયુમા દાખલ દર્દીઓએ આંખ બળતરાની ફરિયાદ કરી હતી અને ફરજ પર હાજર નર્સિંગ સ્ટાફ દ્વારા તરત જ ઘટનાને જોતા તમામ દર્દીઓને અન્ય આઈસીયુ વોર્ડમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સોલા પોલીસ અને સોલા સિવિલના નિયામક ડો. આર.એમ. જીતિયા સોલા સિવિલ દોડી આવ્યા હતા.
માતાના મઢ નજીક ગમખ્વાર અકસ્માત, 3ના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં- 12 ઘાયલ
નિયામક ડો. જીતિયા દ્વારા આઇસીયુ વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી. ડો. જીતિયાએ કહ્યું હતું કે, વોર્ડની સફાઈ કામગીરી દરમિયાન ફ્યુમીગેશનની પ્રક્રિયા કરવામાં આવે છે અને આ છટકાવમાં એનેડીલ નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. એનેડીલ કેમિકલની માત્રા વધી જતાં છટકાવ બાદ દર્દીઓ અને નર્સિંગ સ્ટાફ દ્વારા આંખો બળતરાની ફરિયાદ કરવામાં આવી હતી.
ડેડાણ ગામમાં પીવાના પાણી મુદ્દે મોટી સમસ્યા, બોરમાંથી કાળુ પાણી નિકળતા આશ્ચર્ય
ડો. જીતિયાએ કહ્યું હતું કે, ઘટનાની તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. સોલા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર જે.પી. જાડેજાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી હતી. જોકે, સોલા સિવિલમાં આઇસીયુ વોર્ડમાં બનેલી ઘટના દરમિયાન એક દર્દી ખૂબ ગંભીર હાલતમાં અગાઉથી દાખલ હતો. સદનસીબે દર્દીને અફરાતફરીમાં બીજા વોર્ડમાં ખસેડયા બાદ તેની તબિયત બગડી નહતી. સોલા સિવિલમાં બનેલી ઘટનાથી વાત સાબિત થઈ ગઈ છે, ઘોડા છૂટ્યા બાદ તબેલા બાંધવાની શરૂઆત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube