હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 71 તાલુકામાં વરસાદ પડ્યો છે. વાયુની અસરને પગલે ભાવનગરમાં સૌથી વધારે 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે જાફરાબાદ, ખાંભા , પાલીતાણા, અને મહુવામાં 1.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગરના અન્ય તાલુકાઓમાં એક ઈંચ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયુ વાવાઝોડાની અસરને પગલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપડા પડ્યા હતા. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. તો અનેક જગ્યાએ વીજળી પડવાની પણ ઘટના સામે આવી હતી. દરિયાકાંઠાના સુરત, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.


પોરબંદરનો દરિયો થયો તોફાની, 70 કિમીની ઝડપે પવન ફૂકાતા ટાવર ધરાશાઇ


વાયુથી તોતિંગ ટાવર તૂટી પડ્યો...
વાયુ વાવાઝોડું LIVE 
વિનાશકારી વાયુનો ખતરો યથાવત

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તો યથાવત રહેશે. ગીર-સોમનાથ-દીવ થઈ વાવાઝોડું આગળ વધશે. એટલે કે, 15 જૂન સુધી વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાતના માથે મંડરાયેલો રહેશે. હવામાન વિભાગ 15 જૂન સુધી સ્થિતિ પર નજર રાખશે. તો પોરબંદર-જૂનાગઢ, કંડલા, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વાયુ કેટેગરી-2માંથી કેટેગરી-1માં ફેરવાયું છે. પરંતુ વાવાઝોડાની વિનાશકતા તો હજી પણ યથાવત છે. વેરાવળથી નજીક પહોંચેલું સાયક્લોન દૂર ફંટાયું છે. તેની અસરને પગલે રાજ્યભરમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે