પોરબંદરનો દરિયો થયો તોફાની, 70 કિમીની ઝડપે પવન ફૂકાતા ટાવર ધરાશાઇ

પોરબંદરના માધવપુરમાં બંધ વાયરલેસ ટાવર વાયુ વાવાઝોડાને કારણે ફૂકાયેલા પવને કારણે ધરાશાઇ થયો હતો. પોરબંદરની માધવપુરની મુખ્ય બજારમાં આવેલા મોટા જાપા વિસ્તારમાં બંધ ટાવર એક મકાન પર ધરાશાઇ થવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ આ ઘટનાથી કોઇ જાનહાની થઇ નથી. માત્ર ટાવર ધરાશાઇ થતા મકાનને નુકશાન થયું છે. 
 

પોરબંદરનો દરિયો થયો તોફાની, 70 કિમીની ઝડપે પવન ફૂકાતા ટાવર ધરાશાઇ

અજય શીલુ/પોરબંદર:  પોરબંદરના માધવપુરમાં બંધ વાયરલેસ ટાવર વાયુ વાવાઝોડાને કારણે ફૂકાયેલા પવને કારણે ધરાશાઇ થયો હતો. પોરબંદરની માધવપુરની મુખ્ય બજારમાં આવેલા મોટા જાપા વિસ્તારમાં બંધ ટાવર એક મકાન પર ધરાશાઇ થવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ આ ઘટનાથી કોઇ જાનહાની થઇ નથી. માત્ર ટાવર ધરાશાઇ થતા મકાનને નુકશાન થયું છે. 

ગુજરાતમાં વાયુ વાવાઝોડું ફંટાઇ તો ગયુ છે પણ સૌરાષ્ટ્રનો દરિયો ગાંડો તૂર થયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ સાથે જોરથી પવન ફૂકાતા અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાઇ થવાની ઘટના સામે આવી હતી. પોરબંદરના પંચવટી વિસ્તારમાં વૃક્ષ વિજપોલ પર પડતા 2 વિજપોલને નુકશાન થયું છે. આ ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલ મળ્યા નથી.

પોરબંદર : ભારે પવનથી દરિયામાં તૂટી પડી ભૂતેશ્વર મહાદેવની દિવાલ

પોરબંદરમા વાયુ વાવાઝોડાને લઇને પવન સાથે ધીમી ધારે વરસાદ શર થયો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં વુક્ષો થયા ધરાશયી થવાની ઘટનાઓ બની હતી. કડીયાપ્લોટ,જુરીબાગ, પોલીસ હેડ ક્વાર્ટર નજીક વુક્ષો ધરાશાયી થયા હતા.એન.ડી.આર.એફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃક્ષ ધરાશાઇ થતા બંધ થયેલો રસ્તો ખુલ્લો કરવા માટે કામગીરી શરૂ કરી હતી.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પોરબંદરમાં હવાની ગતિમાં વધારે થયો છે. અને પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઇ રહ્યો છે. અને હજી પવની ગતિમાં વઘારો થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, કે વાયુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારે આગામી બે દિવસ સુધી રહેશે અને બે દિવસ દરમિયાન ભારે વરસાદની પડી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news