Ram Mandir: સુરત કહેવાય છે કે રામ નામના કારણે પથ્થર પણ તરે છે. આવી જ કંઈક સ્ટાઇલ સીટી સુરતમાં જોવા મળી રહી છે સાડી માટે પ્રખ્યાત સુરત સીટી હાલ સાડી ઉત્પાદનની જગ્યાએ ભગવાન શ્રીરામ અને રામ મંદિરના તસવીરવાળી ધ્વજા બનાવી રહ્યું છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ જ્યારે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે દેશભરમાં તેને લઈ ભગવાન રામ અને રામ મંદિરની ધ્વજાની ડિમાન્ડ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે સુરત શહેરમાં વેપારીઓ દરરોજ 3 લાખથી પણ વધુ ધ્વજનું પ્રોડક્શન કરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી; સોમવાર સુધી કેવું રહેશે ગુજરાતનું હવામાન


સુરતની અનેક કાપડ ફેક્ટરીઓમાં ભગવાન રામ અને રામ મંદિર ધ્વજ બનાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ખાસ વાત એ છે કે રામ ધ્વજ બનાવનારા મોટાભાગના મજૂરો અને કારીગરો મહીલાઓ છે. સુરતના વેપારીઓ સાડીનું ઉત્પાદન કરતા હતા. પરંતુ હાલ ડિમાન્ડને ધ્યાનમાં રાખી ખાસ ધ્વજ બનાવી રહ્યા છે. સુરતમાં લાખોની સંખ્યામાં ધ્વજ બનાવવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થવાની ધારણા છે. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં રામ લલ્લાની પ્રતિમાના અભિષેક સમારોહ માટે સુરતની કાપડ ફેક્ટરીઓમાં ભગવા ધ્વજ બનાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. 


ગુજરાતના સ્કૂલના બાળકોની બસને રાજસ્થાનમાં અકસ્માત, 2નાં મોત, ડઝન બાળકો ઈજાગ્રસ્ત


હીરા નહીં આ વસ્તુઓ બનાવવા હાલ સુરતલાલાઓએ બહારથી મંગાવ્યા કારીગરો
અયોધ્યામાં જ નહીં પરંતુ દેશભરના અલગ અલગ રાજ્યોના કાપડના મંડીમાંથી શ્રીરામ ધ્વજ ની ડિમાન્ડ જોવા મળી રહી છે. રાજકીય પક્ષ, સંસ્થા અને લોકો દ્વારા આ ધ્વજ ની ડિમાન્ડ છે. પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ સુરત સહિત સમગ્ર દેશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરતના કાપડના વેપારીઓને અલગ-અલગ રાજ્યોમાંથી આ ઝંડાની ડિમાન્ડ મળી રહી છે. સુરતના કાપડના ઉત્પાદકોને દેશભરમાંથી શ્રી રામના ભગવા ધ્વજની બમણીથી વધુ માંગ મળી છે. સુરત કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે આ જ કારણ છે કે સુરતમાં શ્રી રામ અને રામ મંદિરના ધ્વજની માંગ કરવામાં આવી છે. 


ઓ બાપ રે…કોઈ મહિલાએ પોતાનું પાપ છુપાવવા બાળકીને ફેંકી, કૂતરાના ઝુંડે ચુંથી ખાધી, પછી


આગામી દિવસોમાં માંગ વધી શકે છે. સુરતના ધ્વજ ઉત્પાદકોને ધ્વજના ઓર્ડરની અપેક્ષા હતી, તેથી ઘણા વેપારીઓએ એક મહિના અગાઉ સ્ટોક તૈયાર કરી લીધો હતો. ધ્વજની ડિમાન્ડ વધતા વેપારીઓએ કારીગરોની સંખ્યા પણ વધારી છે. ઘણાં કાપડના ઉદ્યોગકારોએ તો બહારથી પણ કારીગરો મંગાવવા પડ્યા છે. 


700થી વધુ વર્ષોથી ચાલતી પાવનકારી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ; જાણો શું છે ઇતિહાસ?


આજ કારણ છે કે મોટી સંખ્યામાં મહિલા કારીગરોને ધ્વજ બનાવવાની તક મળી છે. આ દિવસોમાં દેશભરમાં શ્રી રામના ધ્વજની માંગ વધી શકે છે. અત્યાર સુધીમાં વિવિધ ભાષાઓમાં શ્રી રામના ભગવા ધ્વજ બનાવવાના ઓર્ડર પણ મળ્યા છે. એટલું જ નહીં વિદેશોમાંથી પણ આ ધ્વજની માંગ વધી છે વેપારીઓ ઓર્ડર પ્રમાણે એનઆરઆઈ લોકોને પણ ધ્વજ સપ્લાય કરી રહ્યા છે. 


ઉત્તરાયણ બાદ આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, શુક્રદેવ ધનના ઢગલે બેસાડશે, ઈચ્છાઓ પૂરી થશે


હાલ ધ્વજના ડિમાન્ડમાં વધારો થતા નવા કારીગરો પણ મૂકવામાં આવ્યા છે તેમાંથી એક મૂળ બંગાળની માધુરીએ જણાવ્યું હતું કે તે રોજગારની શોધમાં હતી તે દરમિયાન જાણવા મળ્યું કે ભગવાન રામ વાળી ધ્વજ ની ડિમાન્ડ વધી છે અને લોકોને કારીગર ની જરૂર છે ભગવાનની કૃપાથી તેમને આ નોકરી મળી છે અને તેઓ દરરોજે 2000થી પણ વધુ ધ્વજ કટિંગ કરે છે.