Hirasar Greenfield Airport: રંગીલા રાજકોટવાસીઓ માટે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને હવે ટૂંક સમયમાં હવાઇ મુસાફરી માટેનો આનંદ મળી શકે છે. રાજકોટમાં આવેલા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો હવાઇ મુસાફરી માટે ખુલ્લુ મુકવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ શરૂ,હવે આગામી 6 દિવસ વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ


9 સપ્ટેમ્બરથી રાજકોટ શહેરનું એરપોર્ટ બંધ થશે. 10 સપ્ટેમ્બરથી રાજકોટ ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ શરૂ થશે. તમામ ફ્લાઈટનું ઈન્ટરનેશનલ એરપોર્ટથી સંચાલન થશે. રાજકોટથી નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ 30 કિ.મી દૂર આવેલું છે. આ વિશે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મોટી જાહેરાત કરી છે.


હજુ વરસાદ ગયો નથી! તારીખો સાથે મેઘો ક્યાં-કેવી બોલાવશે ધડબડાટી? જાણો અંબાલાલની આગાહી


મળતી માહિતી પ્રમાણે, 10 સપ્ટેમ્બરે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે હવાઈ મુસાફરીને લઈને મોટા સમાચાર આવી શકે છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે અને એરપોર્ટ શરૂ થઇ જશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થોડા દિવસ પહેલા જ આ ઇન્ટરનેશનલ એરપોર્ટને ખુલ્લું મુકવામાં આવ્યું હતું, અને હવે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ 10 સપ્ટેમ્બરથી શરૂ થાય તે અંગે જાહેર નૉટિસ પાડવામાં આવી છે. 


સનાતનના સન્માનમાં, ભાજપ ઉતરશે મેદાનમાં, મંત્રીઓને PM મોદીએ કહ્યું- મજબૂતીથી જવાબ આપો


એરપોર્ટ ઓથૉરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર નૉટિસ બહાર પાડવામાં આવી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.


સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર; આ મહંતને સોંપાઈ મોટી જવાબદારી