ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના રાચરડા ખાતે આવેલ ઈન્ડસ યુનિવર્સિટીમાં પાપુઆ ન્યુ ગિનીથી આવેલી વિદ્યાર્થીની મેડિકલ રિસર્ચનો અભ્યાસ કરવા માટે આવી છે. ત્યારે ઈન્ડસ યુનિવર્સિટી કોલેજ તરફથી વિદેશી યુવતીને રહેવા માટેની સગવડ પીજીમાં કરવા આપવા માં આવી છે.  યુવતી સાથે તેના જ ઈન્ડસ યુનિવર્સિટીના ઇન્ટરનેશન ડિરેક્ટર દ્વારા ચુંબન અને સ્તન પર હાથ ફેરવીને શારીરિક અડપલાં કરીને છેડતી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જો આ આખાય બનાવની વાત કરીએ તો ગઈ તારીખ 11મી સપ્ટેમ્બરના દિવસે વિદેશી યુવતી ઘરે હાજર હતી, એ સમયે ઈન્ડસ યુનિવર્સિટી કોલેજના ઇન્ટરનેશન ડિરેક્ટર મૃદંગ દવે આવીને યુવતીનો પહેલા હાથ પકડ્યો બાદમાં વિદેશી વિદ્યાર્થીનીના સ્તન પર હાથ ફેરવ્યો અને બળજબરીથી ચુંબન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બનાવ બનતા વિદેશી વિદ્યાર્થીની યુવતી ગભરાઈ ગઈ હતી અને તેના વડોદરાના પરિચિતના ઘરે જતી રહી હતી. તેના પરિચિતને આ આખા બનાવ બાબતે વાત કરતા પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈ 22મી સપ્ટેમ્બરના રોજ અંતે બોપલ પોલીસ સ્ટેશનમાં ઈન્ડસ યુનિવર્સિટીના ઇન્ટરનેશન ડિરેક્ટર મૃદંગ દવે સામે બોપલ પોલીસે કાયદાનો શકંજો કસ્યો હતો અને પ્રાથમિક તપાસમાં પુરાવા મળી આવતા ઈન્ડસ યુનિવર્સિટીના ઇન્ટરનેશન ડિરેક્ટર મૃદંગ દવેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


આ પણ વાંચોઃ ગુજરાતમાં આ જગ્યાએ શ્વાસ લેવાના પૈસા લેશે તંત્ર, નાગરિકોએ ચુકવવા પડશે 10 રૂપિયા


છેડતી કરનાર આરોપી મૃદંગ દવે ઇન્ડુસ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશન ડાયરેક્ટર તરીકે છેલ્લા ત્રણથી ચાર વર્ષ થી નોકરી કરે છે. જેમાં તેની કામગીરીની વાત કરી એ તો જે વિદેશી વિદ્યાર્થીઓને ઈન્ડસ યુનિવર્સિટી એડમિશન અપાવવાનું તેમજ તેમને અલગ અલગ સુવિધા આપવાનું કામકાજની જવાબદારી આપવા આવી છે. ત્યારે આ છેડતીના બનાવની  બાબત ઈન્ડસ યુનિવર્સિટીના જવાબદારો સામે આવતાની સાથે જ ગત તારીખ 14ના રોજ આરોપી મૃદંગ દવે નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો. ત્યારે બોપલ પોલીસે આ છેડતીના બનાવ બાદ આરોપીના નોકરીના  સમયગાળા દરમિયાન કોઈ અન્ય વિદ્યાર્થીનીની છેડતી કરી  છે કે કેમ તે અંગે તપાસ શરુ કરી છે.