ઉમેશ પટેલ, વલસાડ: વર્તમાન સમયમાં મહિલાઓ પણ પુરુષ સમોવડી બની રહી છે. અને તમામ ક્ષેત્રોમાં પોતાનું આગવું યોગદાન આપી રહી છે. ત્યારે આજે વાત કરીશું વલસાડ (Valsad) જિલ્લાની એક મહિલા કોરોના યોદ્ધાની...

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના છેવાડે આવેલા વલસાડ (Valsad) જિલ્લામાં એક એવી મહિલા છે જે 108 માં ફરજ બજાવી રહી છે. અને છેલ્લાં 8 વર્ષમાં આ મહિલાએ અનેક લોકોના જીવ બચાવ્યા છે. સાથે કોરોના કાળ દરમિયાન પોતાના 6 માસના બાળકને ઘરે દાદા દાદી પાસે મૂકી પોતાની ફરજ પર હાજર રહી કોરોના (Corona Virus) પોઝીટીવ લોકોને સારવાર માટે હોસ્પિટલ પહોચતી હતી. ઘણી વાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પોહચેલા લોકોનો જીવ બચાવતી અને સાથે કોરોના કાળ દરમિયાન પોતાના ઘરની જવાબદારી પણ સાચવતી આવી છે. ત્યારે... કોણ છે આ મહિલા...?? જોઈએ મહિલા દિવસ (International Women's Day) ના અમારા આ વિશેષ અહેવાલમાં ..

International Women’s Day: દરેકના દિલને સ્પર્શી જનાર મહિલાઓ પર બની છે આ ફિલ્મ

આ બાળક સાથે રહેલ મહિલા અને 108માં બેસીને કામ કરતી મહિલાનું નામ છે માનશી પટેલ. માનસી પટેલ વલસાડ (Valsad) જિલ્લાના કુંડી ગામની રહેવાસી છે. માનસી છેલ્લા 8 વર્ષ થી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ માં ફરજ બજાવે છે. વર્ષ 2018માં માનશીના લગન થયા હતા. ત્યારબાદ માનશીને દીકરાનો જન્મ થયો હતો. દીકરો જયારે 6 માસનો થયો ત્યારે દેશ ભરમાં કોરોના કહેર શરૂ થતા જ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠાને કારણે માનશી (Manasi Patel) એ પોતાના 6 મહિનાના દીકરાને પોતાના પરિવાર સાથે મૂકી અને પોતાની ફરજ પર પહોંચી ગઈ હતી. પોતાની ફરજ પર હાજર થઈ ગઈ હતી. કોરના કહેર દરમિયાન માનશી દ્રારા રોજ કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલ સુધી સારવાર માટે પોહચાળી જીવ બચાવવાની કામગિરી કરી હતી.

International Women's Day: મહિલાની કોઠાસૂઝ, લોન પર બે ગાય લીધી, અને કરે છે લાખોની કમાણી

જ્યારે આ મહિલા પોતાના જીવને પણ જોખમમાં મૂકી પોતાની ફરજમાં લાગી ત્યારે તેમના પરિવાર દ્રારા પણ તેમને પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવવા પ્રોત્સાહન આપ્યું સાથે માનશીના માતા પિતા દ્રારા મહિલાનું જે 6 માસનું બાળક છે સાચવતા હતા. કોરોના કહેર દરમિયાન દેશમાં લોકડાઉનના કારણે માનશી પટેલ (Manasi Patel) ના પતિ પણ સાઉદીમાં ફસાઈ ગયા હતા. આથી સમગ્ર ઘરનું જવાબદારી માનસી ઉપર આવી પડી હતી. તેવા સમયે પણ માનશી દ્રારા હાર ન માની 108 એમ્બ્યુલન્સ પર કામગીરી કરી અને પોતાના ઘરને પણ સાચવ્યું હતું. જેને લઈ ને તના પરિવાર ના લોકોને પણ તેના ગર્વ છે. વલસાડના 108 માં ઇ.એમ.ટી તરીકે છેલ્લા વર્ષ થી માનશી પટેલ ફરજ બજાવે છે.


ઇ.એસ.ટી માં ફરજ બજાવતી આ મહિલાએ અકસામત તથા મેડિકલ ઇમરજશી માં અનેક લોકોના જીવ બચાવ્યા હતા. સાથે કોરોના કહેર દરમિયાન કોરોના પોઝિટિવ તથા કોરોના સંકશપડ લોકો ને હોસ્પિટલ સારવાર માટે પોતાની ફરજ નિભાવી હતી. m108 ની ફરજ ના સાથે માનશી પટેલ દ્રારા એક માતા હોવાની ફરજ પણ નીભાવી રહી છે. રોજ ની 108 એમ્બ્યુલન્સમાં 12 કલાકની ફરજ પુરી કરી ઘરે જઈ પોતાના બાળક જોડે ટાઈમ વિતાવે છે. સાથે ઘર પરિવાર ને ચલાવવા નું કામ કરે છે. માનશી પટેલ પોતાની ફરજ જે રીતે નિષ્ઠા રાખી કામ કરી રહયા છે.

તેને લઈ સાથે કામ કરતા લોકો, માનશી પટેલના ગામના લોકો તથા સરપંચને માનશી પટેલ પર ગર્વ અનુભવી રહયા છે. સાથે માનશી પટેલ ગામ ની અન્ય મહિલાઓ તથા ગામની યુવતી ઓ માટે એક પ્રેનારૂપ બની છે. માનશી પટેલ જે રીતે એક માતાની સાથે કોરોના વોરિયરની ફરજ બજાવી રહી છે તને લઈને કુંડી ગામ જ નહીં પરંતુ સમગ્ર વલસાડ જિલ્લાને માનશી પટેલ પર ગર્વ છે ઝી 24 કલાક આવી મહિલાઓને એક સલામ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube