અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીના માધ્યમથી સફળતાપૂર્વક સ્ટાર્ટ અપ શરુ કરી ચુકેલા યુવાનો તેમનો વ્યવસાય વિદેશો સુધી પહોંચાડી શકે તે હેતુથી સફળ સ્ટાર્ટ અપ કરી ચુકેલા યુવાનોની UKના ડીપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડના ઉચ્ચાયુક્ત સાથે બેઠક કરાવવામાં આવી. સ્ટાર્ટ અપ શરુ કરવા માંગતા યુવાનોને યોગ્ય તક મળી રહે તેવા ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય કરવામાં આવે છે. રાજ્યના યુવાનો તેમના સ્ટાર્ટ અપના જોરે પહોંચે તેવા હેતુ સાથે યુવાનોની સમયાંતરે જુદા જુદા વિદેશી ડેલીગેટ્સ સાથે બેઠક કરાવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઇકોર્ટમાં સરકારનો યુ ટર્ન: પાછળ બેસનારે પણ હવે હેલમેટ પહેરવું પડે તો નવાઇ નહી


આ પહેલના ભાગરૂપે 30 જેટલા સફળ યુવાનોની UKના ડીપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડના ઉચ્ચાયુક્ત સાથે બેઠક યોજાઈ. UKમાં પણ સ્ટાર્ટ અપ કેવી રીતે શરુ કરી શકાય, તેના માટે ક્યાં જવું, કોનો સંપર્ક સાધવો, વિઝા કેવી રીતે એપ્લાય કરવા, બીઝનેસ માટે ટેક્સ કેટલો થાય કેવી રીતે ભરવો પડે તેવા પ્રકારની સમજ આપવામાં આવી. યુવાનો સાથે થયેલી બેઠક બાદ UKના ઉચ્ચાયુક્ત દ્વારા જણાવવામાં આવ્યું કે બ્રિટીશ હાઈકમાન્ડ ઈચ્છે છે કે ભારત અને ખાસ કરીને ગુજરાતના યુવાનો તેમની પ્રોડક્ટ લઈને UKમાં પહોંચે. કેટલાક સફળ સ્ટાર્ટ અપ કરી ચુકેલા 30 જેટલા યુવાનો તેમના પ્લાન સાથે આવ્યા હતા. આ યુવાનો તેમના સ્ટાર્ટ અપ સાથે UKમાં પણ પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવશે. આ યુવાનો તેમના સ્ટાર્ટ અપ સાથે UKમાં આવે તે માટે UK સરકાર પણ ગંભીર છે.


રાજકોટ: પાડાના વાંકે પખાલીને ડામ, મજુર-મહાજનની લડાઇમાં ખેડૂતો લટક્યાં


અત્યાર સુધીની વાત કરીએ તો GTU દ્વારા કુલ 348 સ્ટાર્ટ અપને મદદ કરવામાં આવી છે. જેના માટે કુલ 4.01 કરોડની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. અત્યાર સુધી સ્ટાર્ટ અપ શરુ કરી ચુકેલા યુવાનો દ્વારા 12.56 કરોડ રૂપિયા રેવેન્યુ જનરેટ કરવામાં આવી છે. GTU મારફતે સ્ટાર્ટ અપ થકી અત્યાર સુધી 105 જેટલા પેટન્ટ પણ ફાઈલ કરાયા છે તો આ સ્ટાર્ટ અપ દ્વારા 509 લોકોને રોજગારી પણ પૂરી પાડવામાં આવી રહી છે.


સાબરકાંઠા: ખાનગી કોન્ટ્રાક્ટર સાથેની સાંઠગાઠનો AUDIO વાઇરલ, કોંગ્રેસનો હોબાળો


GTU તરફથી સ્ટાર્ટ અપ માટે રાજ્યના 4 સેન્ટર પરથી મદદ આપવામાં આવે છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે. યુવાનોને તેમના સ્ટાર્ટ અપ મુજબ 2 લાખ અને 21 લાખ રૂપિયાની અલગ અલગ સહાય આપવામાં આવે છે. આ સહાયના સહારે યુવાનો પોતે તો પગભર બન્યા જ છે સાથે જ અનેક લોકોને રોજગારી પણ આપી ચુક્યા છે. નાણાકીય મુશ્કેલી હોય તેવા યુવાનોના સ્વપ્નને પુરા કરવામાં સરકાર તરફથી અપાતી આ મદદ આશીર્વાદ સમાન બની છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube