સાબરકાંઠા: ખાનગી કોન્ટ્રાક્ટર સાથેની સાંઠગાઠનો AUDIO વાઇરલ, કોંગ્રેસનો હોબાળો

જીલ્લાના ઇડર શહેરની પાલીકા ભ્રષ્ટાચારને લઇને વિવાદમાં આવી છે. કોન્ટ્રાકટર પાસે પાલીકાના ચિફ ઓફીસરે લાંચ માંગી હોવાનો આક્ષેપ કરાતા આ મામલો હવે વિવાદે ચઢ્યો છે, તો વિપક્ષે પણ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો છે. એક તરફ રાજ્ય સરકાર ભ્રષ્ટાચારને લઇને નિવેદનો કરી રહી છે, તો બીજી તરફ ભાજપ શાસિત પાલીકામાં જ અધીકારીઓ બીન્દાન્સ લાંચ માંગી રહ્યા હોવાનો આક્ષેપ કોન્ટ્રાકટરે કર્યો છે. કોન્ટ્રાકટરે પાલીકાના અધીકારી સાથે થયેલી વાત ચીતનો વિડીયો વાયરલ કરી દેતા અને એફીડેવીટ કરીને મુખ્યપ્રધાનને મોકલી આપવાને લઇને વિવાદે જોર પકડ્યુ છે.
સાબરકાંઠા: ખાનગી કોન્ટ્રાક્ટર સાથેની સાંઠગાઠનો AUDIO વાઇરલ, કોંગ્રેસનો હોબાળો

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: જીલ્લાના ઇડર શહેરની પાલીકા ભ્રષ્ટાચારને લઇને વિવાદમાં આવી છે. કોન્ટ્રાકટર પાસે પાલીકાના ચિફ ઓફીસરે લાંચ માંગી હોવાનો આક્ષેપ કરાતા આ મામલો હવે વિવાદે ચઢ્યો છે, તો વિપક્ષે પણ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો છે. એક તરફ રાજ્ય સરકાર ભ્રષ્ટાચારને લઇને નિવેદનો કરી રહી છે, તો બીજી તરફ ભાજપ શાસિત પાલીકામાં જ અધીકારીઓ બીન્દાન્સ લાંચ માંગી રહ્યા હોવાનો આક્ષેપ કોન્ટ્રાકટરે કર્યો છે. કોન્ટ્રાકટરે પાલીકાના અધીકારી સાથે થયેલી વાત ચીતનો વિડીયો વાયરલ કરી દેતા અને એફીડેવીટ કરીને મુખ્યપ્રધાનને મોકલી આપવાને લઇને વિવાદે જોર પકડ્યુ છે.

વિપક્ષને પણ જાણે કે આ વિવાદને લઇને ભ્રષ્ટાચારને મુદ્દે પાલીકાને ઘેરવા માટે મુદ્દો મળી ગયો છે. ઇડર શહેરમાં સ્થાનિક લોકો સાથે મળીને વિપક્ષે વિરોધ રજુ કરવા માટે રેલીયોજી હતી. નાયબ કલેકટર પહોંચી ભ્રષ્ટાચારની તપાસ સામે આવેદન પત્ર આપ્યુ હતુ. ઓનલાઇન ના બદલે ઓફલાઇન દ્રારા ટેન્ડર બહાર પાડીને એક કરોડના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચારને લઇને ઓડીયો ક્લીપ વાયરલ થવાને લઇને ઇડર શહેરમાં પણ પાલીકાના ભ્રષ્ટાચારને લઇને ચર્ચાનો વિષય બન્યો છે.

બીજી તરફ વિપક્ષને મુદ્દો મળી આવ્યો છે. પાલીકા દ્રારા ઇડર શહેરના રાણી તળાવના બ્યુટીફેકેશનના અપાયેલા કામને લઇને કોન્ટ્રાકટરની પાસે લાંચ માંગી હતી અને જે ફોન દ્રારા માંગવામા આવતા કોન્ટ્રાકટરે વાતને ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી અને બાદમાં આ વાત ચીતના આધારે એફીડેવીટ કરીને મુખ્યપ્રધાનને લઇને આ અંગે જાણ કરવામાં આવી હતી અને પગલા ભરવા માટે માંગ કરવામાં આવી હતી. જોકે ઘટના બાદ હવે પાલીકામાં પણ જાણે કે તંત્ર સુસમસામ ભાસવા લાગ્યુ છે અને લોકો થી અધીકારીઓ અને પદાદીકારીઓ પણ દુર ભાગવા લાગ્યા હોય એમ ચેમ્બરોને પણ તાળા જ મારેલા જોવા મળતા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news