રાજકોટ: પાડાના વાંકે પખાલીને ડામ, મજુર-મહાજનની લડાઇમાં ખેડૂતો લટક્યાં

બેડી માર્કેટિંગ યાર્ડમાં કપાસની મજૂરીના દરમાં 10 ટકા વધારો કરવામાં આવતા વેપારીઓ દ્વારા છેલ્લા ચાર દિવસથી હરરાજી બંધ કરવા આવી હતી. જેને લઇ આજે માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ વેપારીઓ અને મજૂરો વચ્ચે મહત્વપૂર્ણ મિટિંગ કરી સમાધાન કરાવ્યું હતું. બેઠક બાદ આવતીકાલથી કપાસની હરાજી ફરી શરૂ કરી દેવા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ખાતે કપાસનું વેચાણ કરવા આવતા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. 

Updated By: Jan 27, 2020, 06:25 PM IST
રાજકોટ: પાડાના વાંકે પખાલીને ડામ, મજુર-મહાજનની લડાઇમાં ખેડૂતો લટક્યાં

રક્ષીત પંડ્યા/રાજકોટ: બેડી માર્કેટિંગ યાર્ડમાં કપાસની મજૂરીના દરમાં 10 ટકા વધારો કરવામાં આવતા વેપારીઓ દ્વારા છેલ્લા ચાર દિવસથી હરરાજી બંધ કરવા આવી હતી. જેને લઇ આજે માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ વેપારીઓ અને મજૂરો વચ્ચે મહત્વપૂર્ણ મિટિંગ કરી સમાધાન કરાવ્યું હતું. બેઠક બાદ આવતીકાલથી કપાસની હરાજી ફરી શરૂ કરી દેવા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ખાતે કપાસનું વેચાણ કરવા આવતા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. 

હાઇકોર્ટમાં સરકારનો યુ ટર્ન: પાછળ બેસનારે પણ હવે હેલમેટ પહેરવું પડે તો નવાઇ નહી

છેલ્લા ચાર દિવસથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કપાસની હરાજી સીઝન સમયે જ બંધ કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. મજૂરીના દરમાં 10% વધારો કરવામાં આવતા કપાસના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ચાર દિવસથી વેપારીઓએ હરાજી બંધ રાખી હતી. જોકે આજે યાર્ડના સત્તાધીશોએ મજૂરો અને વેપારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ મજૂરો અને વેપારીઓ સાથે બેઠક કર્યા બાદ એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું હોવાના કારણે આવતા વર્ષથી ૧૦ ટકા વધારો કરવામાં આવશે. 

સાબરકાંઠા: ખાનગી કોન્ટ્રાક્ટર સાથેની સાંઠગાઠનો AUDIO વાઇરલ, કોંગ્રેસનો હોબાળો

જો કે યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન અને સેક્રેટરી સાથે મજૂરો અને વેપારીઓએ બેઠક કર્યા બાદ બંને પક્ષો માની ગયા હતા. આવતીકાલથી ફરીથી હરાજી શરૂ કરવામાં આવશે. આજે બપોર બાદ કપાસની આવકો માર્કેટિંગ યાર્ડમાં શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્રના બીજા નંબરના માર્કેટિંગ યાર્ડમાં સીઝન સમયે જ કપાસની હરાજી ચાર દિવસ બંધ કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. 

મેડિકલ ક્ષેત્રે વિશેષ પ્રદાન આપનાર હસ્તીઓને આજે અપાશે ‘ZEE આરોગ્ય મહાસન્માન 2020’

એક તરફ કપાસના પાકમાં ગુલાબી ઈયળનો આતંક આ વર્ષે જોવા મળ્યો છે. જેના કારણે ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો થયો છે, ત્યારે બીજી તરફ આ રીતે યાર્ડમાં હડતાળ પાડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જો કે સત્તાધીશો , મજૂરો અને વેપારીઓ વચ્ચે થયેલ બેઠકમાં સુખદ અંત આવતા આવતીકાલથી ફરી હરાજી શરૂ કરવા નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube