IPS મોહિત જાની અને તેમના પત્ની સામે છેતરપિંડીનો આરોપ, 10 યુવાનો પાસેથી લાખો ખંખેર્યાના આક્ષેપ
સરકારી નોકરી અપાવવાના બહાને 10 લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ગૃહમંત્રી સુધી રજૂઆત કરાઈ છે. આ કેસમાં આઈપીએસ સાથે તેમની પત્ની દ્વારા અરજદારોની ધમકાવતા હોવાની ઓડિયો ક્લીપ પણ વાઈરલ થઈ છે.
ઝી બ્યુરો/પંચમહાલ: IPS એમ.ડી.જાની વિરુદ્ધ 50 લાખની છેતરપિંડીનો આક્ષેપ લાગ્યો છે. સરકારી નોકરી અપાવવાના બહાને 10 લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ગૃહમંત્રી સુધી રજૂઆત કરાઈ છે. આ કેસમાં આઈપીએસ સાથે તેમની પત્ની દ્વારા અરજદારોની ધમકાવતા હોવાની ઓડિયો ક્લીપ પણ વાઈરલ થઈ છે. સરકારી નોકરી આપવાના બહાને 10 અરજદારોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
કોંગ્રેસ સાથે બેસીને ભાજપ માટે થપથપાવી રહ્યાં છે પાટલીઓ, આ નેતાઓની હાલત કફોડી
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, એસઆરપી ગ્રુપ 9, વડોદરાના તત્કાલીન કમાંડન્ટ સામે 50 લાખની છેતરપિંડીના આક્ષેપ થયો છે. 2003ની બેચના આઇપીએસ એમ.ડી.જાની સામે અતિ ગંભીર આક્ષેપ થયા છે. જેમાં સરકારી નોકરી આપવાના બહાને આસીસ્ટન્ટ કુક સહિતના અન્ય 10 લોકો સાથે છેતરપીંડીના આક્ષેપો કર્યા છે. 50 લાખના ઉઘરાના બાદ આઇપીએસ મોહિત જાની અને તેમના પત્ની નોકરી આપવાના બહાના બતાવતા હતા. અનેક રજૂઆતો બાદ પણ નાણાં કે નોકરી ના હુકમ ન મળતા અરજદારો દ્વારા ગૃહમંત્રી, ડિજી સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ હતી.
નસીબની બલિહારી! સરકાર સામે પડેલી ત્રિપુટી હવે વિધાનસભા ગૃહમાં, પાક્કા નેતા બની ગયા
એટલું જ નહીં, આઇપીએસ મોહિત જાનીના ધર્મપત્નીનો પૈસા અંગે વાતચીત કરતા ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં અરજદારોને ધમકાવવામાં આવતા હોવાની પણ રજુઆત કરાઈ છે. આઈપીએસ મોહિત જાની હાલ કમાંડન્ટ તરીકે એસઆરપી ગ્રુપ 6, મૂળેટી સાબરકાંઠા ખાતે ફરજ બજાવે છે. સનદી અધિકારી દ્વારા છેતરપીંડી કરાયા હોવાના આક્ષેપોથી હડકંપ મચી ગયો છે.
ગુજરાતમાં આગામી 5 દિવસ 'ભારે'! જાણો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શું કરી આગાહી?
અરજદારે શુ આક્ષેપ કર્યો છે
અરજદારે આક્ષેપ કર્યા છે કે, વડોદરા ખાતે અમે મોહિત જાનીના બંગ્લે આસિસ્ટન્ટ કુક તરીકે 3 વર્ષ ફરજ પર હતા તે દરમિયાન મોહિત જાની અને તેમના પત્ની જાગૃતિબેન અમને જણાવ્યું હતું કે, અમારે કાયદેસરની વર્ગ-4ની કાયમી ભરતી કરવાનું ટેન્ડર આવેલું છે જો કોઈ યોગ્ય છોકરાઓ હોય તો તે મને જાણકારી આપ અને જેમાં આઠ છોકરાના નામ આપ્યાં હતાં.
ના હોય! લગ્ન કંકોત્રીમાં દારૂની બોટલ? શું તમે આજ દિન સુધી જોઇ છે આવી કંકોત્રી
અરજીમાં આક્ષેપ પણ કરાયો છે કે, IPS માહિત અને તમેના પત્ની મને કહ્યું કે, કાયમી નોકરીના ઓર્ડર આપવાના હોવાથી એક વ્યક્તિ દીઠ પાંચ લાખ એમ કુલ 50 લાખની માંગણી કરી હતી અને જે અમે આપ્યા છે. જે બદલ નોકરી કે નાણાં પરત આપેલા નથી.