Gujarat Weather Updates: ફેબ્રુઆરીના અંત અને માર્ચનું પિક્ચર હજું બાકી, જાણો અંબાલાલ પટેલની ભયાનક આગાહી

Gujarat Monsoon 2023: ગુજરાતન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. 22 ફેબ્રુઆરી પછી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 22 થી 26 ફેબ્રુઆરીથી પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.

Gujarat Weather Updates: ફેબ્રુઆરીના અંત અને માર્ચનું પિક્ચર હજું બાકી, જાણો અંબાલાલ પટેલની ભયાનક આગાહી

Gujarat Weather Updates: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત હોળી થતી હોય છે. હોળી બાદ મહત્તમ તાપમાન ધીમે-ધીમે વધતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે તો ફેબ્રુઆરી મહિનાથી તાપમાન વધવા લાગ્યું છે અને બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થાય છે. હવે 5 દિવસ બાદ ફરી તાપમાન વધશે. 

આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે એક ખતરનાક આગાહી કરી છે. જેમાં કહેવાયું છે કે આજે ઉત્તર ગુજરાતના તાપમાનમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 2 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે. જ્યારે અમદાવાદમાં આજે 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને લઘુતમ તાપમાનમાં પણ વધારો થયો છે.

બીજી બાજુ ગુજરાતન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. 22 ફેબ્રુઆરી પછી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 22 થી 26 ફેબ્રુઆરીથી પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. તો 28 ફેબ્રુઆરીથી બીજો પશ્ચિમી વિક્ષોભ આવતા વાતાવરણમાં મોટું પરિવર્તન આવશે. જોકે, આગાહી તો એમ પણ કહે છે કે, હજી આગામી માર્ચ મહિનામાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. 22 ફેબ્રુઆરીથી 8 માર્ચ વચ્ચે ગુજરાતના વાતાવરણમાં ઘણા પલટા આવશે. તેથી ગુજરાતના ખેડૂતોના માટે મોટું સંકટ યથાવત રહેશે. 

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ફેબ્રુઆરીના એન્ડ અને માર્ચના પહેલા સપ્તાહમાં વાતાવરણ પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ સર્જાશે. સાથે જ માવડું થવાની સંભાવના છે. અંબાલાલ પટેલે આકરા ઉનાળાને લઈને જણાવ્યું છે કે, આ વર્ષે ઉનાળો આકરો રહેશે. માર્ચ મહિનામાં આકરી ગરમી રહેશે. 4 માર્ચથી ગરમી વધશે. માર્ચ મહિનામાં 40 ડીગ્રીથી ઉપર તાપમાન પહોંચી જશે. 13થી 14 માર્ચમાં હવામાનમાં પલટો આવશે. 18 માર્ચથી ગરમી વધશે. 26 માર્ચ આસપાસ વાદળો સર્જાશે. 25થી 26 દરિયા કિનારે પવનનું જોર રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં ગરમી, વાદળછાયું વાતાવરણ, દરિયા કિનારે પવન અને હવામાનમાં પલટા ઘણા આવશે. 18 માર્ચથી 25 એપ્રિલ વચ્ચેનું હવામાન બગડે છે. વૃદ્ધ બાળકો માટે તંદુરસ્ત રહેવા માટે પગલાં લેવા જરૂરી રહેશે. 18થી 25 એપ્રિલમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. બેવડી ઋતુના કારણે કૃષિ પાક અને લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news