13 દિવસ સસ્તા ટુર પેકેજમાં ફરો આખું ગુજરાત, IRCTC ફરી લાવ્યું નવું પેકેજ
IRCTC Gujarat Tour Package : આઈઆરસીટીસીએ પોતાના ગુજરાત ટુર પેકેજને ‘Glorious Gujarat with Statue of Unity Ex-Agartala’ નામ આપ્યું છે... આ ટુરમાં ગુજરાતના મહત્વના સ્થળોને આવરી લેવાયા છે
Gujarat Tourism : ગુજરાતીઓ એટલે ફરવાના શોખીન. ફરવાના શોખીન ગુજરાતીઓ તક મળે એટલે ફરવા ઉપડી જાય. ત્યારે સાવ સસ્તામાં આખું ગુજરાત ફરવાની બેસ્ટ ઓફર મળી છે. IRCTC મુસાફરો માટે આ ખાસ ઓફર લઈને આવ્યું છે. IRCTC એ ગુજરાત ફરવા માટે 8 દિવસનું પેકેજ જાહેર કર્યું છે. તમે આ ડિસેમ્બર મહિનામાં સસ્તામા આખું ગુજરાત ફરી શકો છો. જો તમે ડિસેમ્બરની ફુલગુલાબી ઠંડીમાં ગુજરાત ફરવા માંગો છો આ ઓફર તમારા માટે બેસ્ટ છે.
ભારતીય રેલવેની સહાયક કંપની ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) બહુ જ સસ્તા ભાવ પર 13 દિવસ અને 12 નાઈટનું ટુર પેકેજ લઈને આવ્યું છે. આ ટુર પેકેજમાં આઈઆરસીટીસી (IRCTC) મુસાફરો માટે રહેવા, ખાવા અને ફરવાની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે કે મુસાફરો ટેન્શન લીધા વગર બિન્દાસ્ત ફરશે.
હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત : ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી, નવા મોસમની એન્ટ્રી
આઈઆરસીટીસીએ પોતાના ગુજરાત ટુર પેકેજને ‘Glorious Gujarat with Statue of Unity Ex-Agartala’ નામ આપ્યું છે. આ ટુર પેકેજમાં વડોદરા, દ્વારકા, સોમનાથ અને અમદાવાદ ફરવાનો મોકો મળશે.
નરેન્દ્ર મોદી સરકારના સુશાસનના 22 વર્ષ : વિઝનરી લીડરશીપથી ગુજરાતનો ડંકો વાગ્યો