અમદાવાદઃ ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ગ્રેડ-પે વધારવાને લઈને ધરણા આપી રહ્યાં છે. પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ-પે વધારવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે પોલીસ વિભાગ તરફથી એક અગત્યની સુચના આપવામાં આવી છે. ગુજરાત પોલીસ વડા સાથે પોલીસ પરિવાર પોતાની 15 મુદ્દાની માંગ સાથે મળવા માટે પહોંચ્યા હતા. આ તમામ મુદ્દે પોલીસવડાએ પોલીસ પરિવારોને સાંભળ્યા હતા. તે પૈકીનાં 14 મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવસે તેવી પણ બાંહેધરી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: દિવાળીમાં બેફામ ભીડથી કોરોના ન વકરે તે માટે પોલીસનો એક્શન પ્લાન


જો કે કેટલાક સમાચાર માધ્યમોમાં આંદોલન મોકુફ રખાયાના સમાચાર વહેતા થતા થોડા સમય માટે આંદોલન અનિશ્ચિતતામાં આવી પડ્યું હતું. અનેક પોલીસ જવાનો આંદોલન ચાલુ છે કે પુર્ણ કરી દેવામાં આવ્યું તે અંગે અવઢવમાં મુકાયા હતા. થોડા સમય માટે ભારે અનિશ્ચિતતા જોવા મળી હતી. જો કે આખરે આ અંગે પોલીસ આંદોલનનાં કેટલાક નેતાઓ દ્વારા આંદોલન યથાવત્ત જ હોવાની જાહેરાત કરવામાં આવી હતી. સ્પષ્ટતા કરતા જણાવાયું હતું કે, ડીજીપી સાથે માત્ર ઔપચારિક બેઠક હતી પરંતુ આંદોલન યથાવત્ત છે. 


મુસીબતોની દિવાળી? સામાન્ય માણસ તો ઠીક પરંતુ સરકાર પર એક પછી એક મુસીબતોનો પહાડ


આંદોલન જ્યાં સુધી મુખ્ય માંગણીનો સ્વીકાર કરવામાં નહી આવે ત્યાં સુધી યથાવત્ત રહેશે. કેટલાક અસામાજિક તત્વો અથવા તો ભાંગફોડિયા તત્વો દ્વારા આ પ્રકારનું આંદોલનને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની અફવા ફેલાવાઇ હતી. આંદોલન તોડી પાડવા માટેનો આ પ્રયાસ હતો. પરંતુ પોલીસ દ્વારા આંદોલન યથાવત્ત હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે ફરી એકવાર જવાનો એકત્ર થવા લાગ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube