AHMEDABAD: દિવાળીમાં બેફામ ભીડથી કોરોના ન વકરે તે માટે પોલીસનો એક્શન પ્લાન

AHMEDABAD: દિવાળીમાં બેફામ ભીડથી કોરોના ન વકરે તે માટે પોલીસનો એક્શન પ્લાન

* દિવાળીના તહેવાર સંદર્ભે પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન
* શહેરમાં 200 જેટલા  નાકાબંધી પોઇન્ટ ગોઠવી , શહેરની 90 PCR વાન ને રખાશે તૈનાત
* મોટા ટ્રાન્જેક્શન કે લૂંટની બનતી ઘટનાઓ અટકાવવા 78 હોકબાઇક નો ઉપયોગ કરવામાં આવશે
* ખરીદી બજાર કે ભીડભાળ વાળા વિસ્તારોમા સવાર-સાંજ 130 જેટલી ટિમો કરશે ફૂટ પેટ્રોલિંગ
* શહેર પોલીસ કંટ્રોલ રૂમના CCTV અને હેલ્પલાઇન ડેસ્ક  માધ્યમથી અધિકારીઓ કરશે મોનીટરીંગ

મૌલિક ધામેચા/અમદાવાદ : દિવાળીના પર્વમાં થતી ઘરફોડ ચોરી,  ચેઇન સ્નેચિંગ કે અન્ય મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા આ વર્ષે અમદાવાદ પોલીસે અનોખો એક્શન પ્લાન ઘડી નાખ્યો છે.2  એટલું જ નહીં પોલીસની બાજ નજર પણ આવા ગુનાખોરી કરતા તત્વો પર સતત રેહશે. જોકે આ વર્ષે કોરોનાની ગાઈડલાઈન પાલન કરાવવા ભીડભાળ વાળા બજારોમાં રેન્ડમલી વેકસીન સર્ટિફિકેટ પણ પોલીસ ચેક કરે તો નાગરિકો એ ખરીદી કરતા ધ્યાન રાખજો.

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.  ત્યારે તસ્કરો માટે જાણે કે સીઝન આવી હોય તે રીતે સક્રિય થઇ જતા હોય છે. ત્યારે દિવાળીના વેકેશનમાં અનેક પરિવાર  ફરવા જતા હોય છે જેનો લાભ લઇ તસ્કરો ઘરફોડ ચોરીને પણ અંજામ આપતા હોય છે. પરંતુ પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષાવ્યવસ્થા માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં મહત્વની વાત કરીએતો આકસ્મિક સંજોગો સિવાય પોલીસ3 કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે.અને  પોશ વિસ્તારમાં હાલ ના સમયમાં પોલીસે નાઇટ પેટ્રોલીંગ પણ વધાર્યું છે. આ ઉપરાંત પકડાયેલા અસામાજિક તત્વો અને ચોર ટોળકીની ગતિવિધિ પર નજર રાખવામાં આવશે.એટલું જ નહીં આ વિસ્તારોમાં પોલીસે સોસાયટીના ચેરમેન સાથેનું એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે.જેમાં જે તે સોસાયટીના રહીશો જયારે પણ બહારગામ ફરવા માટે જાય છે અને પોતાનું મકાન બંધ હોય છે ત્યારે તેની વિગત વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવે છે.પોલીસ આવાં મકાનો ઉપર ખાસ નજર રાખે છે જેથી કરીને ત્યાં ઘરફોડ ચોરીના બનાવો ન બને. આ ઉપરાંત પોલીસ જ્યારે પણ પેટ્રોલિંગમાં નીકળે ત્યારે સોસાયટી, ફલેટો માં જઈને એનાઉન્સમેન્ટ કરી લોકોને જરૂરી સૂચનાઓ આપી રહી છે ઘરફોડ ચોરીના બનાવ અટકે તે માટે શું તકેદારી રાખવી જોઈએ.ઉલ્લેખનીય છે કે  ભીડભાળ વાળા બજારો કે નાકાપોઇન્ટ પર હેલ્પ લાઇન ડેસ્ક ગોઠવાશે જેના ઉપયોગથી નાગરિકોને પોલીસ ઝડપથી મદદ પોહચાડી શકે.

આ અંગે અમદાવાદ પોલીસના સેકટર વન વિભાગમાં જોઈન્ટ પોલીસ કમિશ્નર આર વી અસારીએ માહિતી આપતા લોકોને એ પણ અપીલ કરી રહી છે કે જ્યારે પણ કોઈ સ્થાનિક ઘર બંધ કરીને બહારગામ જાય છે તો પોતાનો કિંમતી સામાન અને3 રોકડ રકમ સલામત રીતે મૂકીને જાય.એટલે કે દિવાળીના પર્વ દરમિયાન તસ્કરો બેફામ ન બને તે માટે પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ કરી છે.એટલુજ નહિ પણ અમુક ચોક્કસ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી ગુના આચરનારા ગુનેગારોને નજર કેદ કરી અને દિવાળી સમયે હથિયારની અણીએ લૂંટના ગુનાને અંજામ આપે તેમાં રોક લગાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આવા સમયે મોકો જોઈ કુખ્યાત ગુનેગારો હથિયારની અણીએ લૂંટ ચલાવતા હોય છે અને પાડોશી રાજ્યો માંથી ગેરકાયદેસર હથિયાર લાવી ગુનાને અંજામ આપતા હોય છે.ખાસ કરીને દિવાળીના સમયે સીજી રોડ,માણેકચોક અને રિલીફ રોડ પર ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news