અમદાવાદ : મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા થયેલા રૂ. 363 કરોડના વિકાસ કાર્યોનું  કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અટકી નહીં તે ગુજરાત માટે મોટી ઉપલબ્ધી છે. ગુજરાતની નવી ટીમ  નરેન્દ્ર અને અમિતભાઇના દિશા-દર્શનમાં બમણા વેગથી આગળ ધપી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી  અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા થયેલા રૂપિયા 363 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ગુજરાતની વિકાસયાત્રા અટકી નથી, ધીમી પડી નથી. તેમણે ઉમેર્યું કે, જ્યારે સમગ્ર વિશ્વમાં વિકસિત દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા હતા ત્યારે પણ ગુજરાતમાં વિકાસકાર્યો તેજ ગતિથી આગળ  રહ્યા હતા. અમિત શાહે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કામ કરી રહેલી ગુજરાતની નવી ટીમની પ્રશંસા કરતા કહ્યું કે, નરેન્દ્રના નેતૃત્વમાં  શહેરી વિકાસ અને વન-પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં નક્કી કરેલા લક્ષ્યાંકોને પાડવા માટે પાર પાડવા માટે ગુજરાતમાં   ભુપેન્દ્ર અને તેમની નવી ટીમ રાત-દિવસ પરિશ્રમ કરી રહી છે. ગૃહ મંત્રીએ આ તકે અમદાવાદ મહાનગર પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ વિકાસ કાર્યો માટે અભિનંદન પાઠવ્યા હતા.


નમાજ શાંતિ માટેની પ્રાર્થના છે, તેના મુદ્દે મુસ્લિમોએ કોઇ સાથે ઝગડવું ન જોઇએ: નકવી


અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા રૂ. 113.93 કરોડના વિકાસકાર્યોનુ લોકાર્પણ અને 165.58 કરોડનું ખાતમુહૂર્ત તેમ જ ઔડાના રૂ.  83.51 કરોડના ખાતમૂહૂર્ત સંપન્ન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકા ક્ષેત્રમાં ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ અને ગોતા વોર્ડમાં સ્વીમિંગ પુલ, જિમ્નેશિમય અને ટેનિસ કોર્ટનું લોકાર્પણ કર્યું હતું. મંત્રીએ થલતેજ વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું, જેના પગલે થલતેજમાં નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. 


અમિતએ અમદાવાદ બોટાદ રેલવે લાઈન પર ક્રોસીંગ નં- 20 વસ્ત્રાપુર સ્ટેશન પાસે અંડરપાસ તેમ જ સીમ્સ હોસ્પિટલ ચાર રસ્તા પાસે ફોર લેન ફ્લાય ઓવર બ્રીજને પણ ખુલ્લા મૂક્યા હતા. આ ઉપરાંત ગોતાના ગામ તળાવ, વેજલપુર વોર્ડમાં આરીસીસ રોડ, જોધપુર વોર્ડમાં નવું હેલ્થ સેન્ટર અને જાસપુર વોટર વર્ક્સ ખાતે 200 એમએલડી ક્ષમતાના નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ તબક્કે ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર ને સમગ્ર દેશમાં સૌથી વિકસિત અને હરિયાળી બનાવવાની પણ નેમ વ્યક્ત કરી હતી.


VADODARA માં નોકરીથી ઘરે જવા નિકળેલી મહિલા એવી હાલતમાં મળી કે...


કેન્દ્રિય ગૃહમંત્રી એ કહ્યું કે,  જ્યારે દેશ પાસે દ્રષ્ટીવંત નેતૃત્વ હોય તેના કેવા સારા પરિણામો પ્રાપ્ત થાય છે તેનું ઉદાહરણ આપતા કહ્યું કે, કોરોનાકાળમાં એક પણ ગરીબ ભૂખ્યો ન સુએ તેની ચિંતા કરી કેન્દ્ર સરકારે બે વર્ષ સુધી 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ પૂરુ પાડ્યું છે. ગૃહમંત્રી  તેમના ઉદબોધનમાં  દરેક નાગરિકને કોરોના વિરોધી રસીના બંને ડોઝ લેવાની અપીલ કરતા કહ્યું કે, કોરોના સ્વરૂપ બદલીને આવતો હોય આપણે સાવચેત રહેવું જરૂરી છે અને આ સાવચેતીના પગલા રૂપે જ સૌએ રસીના બંને ડોઝ લેવા જોઈએ. તેમણે ઉમેર્યું કે ,નાગરિકોની જાગૃતિ થકી જ આપણે રસીકરણ નું સો ટકા લક્ષ્યાંક પાર પાડી શકીશું. આ અવસરે નગરજનોને સંબોધતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, યોજનાઓ સમય કરતા વહેલી પૂરી થાય તે દિશામાં ગુજરાતની નવી ટીમ આગળ વધી રહી છે. સુવિધાસભર અને ઇઝ ઓફ લિવીંગમાં અગ્રેસર, આત્મનિર્ભર નગરો -મહાનગરોના નિર્માણથી આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારત સાકાર કરવું છે. 


સરખેજમાં તો એરપોર્ટ કરતા પણ મોંઘુ ભાડુ, 5 મિનિટ ઉભા રહેવાનાં 500, પોલીસે કરી ધરપકડ


અમદાવાદ - ગાંધીનગરમાં કુલ રૂ. 363 કરોડના વિકાસ કામોની ભેટ એ તરફનું વધુ એક કદમ છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકાસ જ આપણી પ્રાથમિકતા છે. વિકાસનો કોઇ વિકલ્પ નથી. રાજ્યના મહાનગરો સ્વચ્છતા-ડ્રેનેજ, વોટર ટ્રીટમેન્ટ-રિસાયકલીંગ ઓફ વોટરના ક્ષેત્રોમાં વિશ્વના શહેરોની સ્પર્ધા કરે એવી સ્થિતી ઊભી કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતની નવી ટીમે નવો ઉમંગ, નવી શક્તિ – જોમ જુસ્સાથી ભાજપાની જનસેવા યાત્રા  નરેન્દ્રભાઇ અને અમિતભાઇના દિશાદર્શનમાં બમણા વેગથી આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા ભારતીય જનતા પાર્ટીની સરકાર, સતત એક પછી એક વિકાસ કામોની ભેટ જનતા જનાર્દનને આપે છે તેમ તેમણે ઉમેર્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube