નમાજ શાંતિ માટેની પ્રાર્થના છે, તેના મુદ્દે મુસ્લિમોએ કોઇ સાથે ઝગડવું ન જોઇએ: નકવી

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સુરત શહેરના પ્રવાસે છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે હુનર હાટ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, વકફ માફિયાઓથી વકફને મુક્તિ મળશે. ઉત્તર પ્રદેશમાં કટ, કમિશન, કરપશન અને કોમ્યુનલનો સફાયો થયો છે. ગુરુગ્રામમાં જુમ્માની નમાજને લઇ બે જૂથના લોકો આમને સામને આવી જતા હોય છે. જેને લઇને નકવીએ જણાવ્યું હતું કે નમાઝ પૂજા પ્રાર્થના આ શાંતિ માટે હોય છે. સદભાવ માટે હોય છે. જેનાથી શાંતિ આપવી જોઈએ અને સદભાવના વધવી જોઈએ. 
નમાજ શાંતિ માટેની પ્રાર્થના છે, તેના મુદ્દે મુસ્લિમોએ કોઇ સાથે ઝગડવું ન જોઇએ: નકવી

સુરત : કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સુરત શહેરના પ્રવાસે છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે હુનર હાટ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, વકફ માફિયાઓથી વકફને મુક્તિ મળશે. ઉત્તર પ્રદેશમાં કટ, કમિશન, કરપશન અને કોમ્યુનલનો સફાયો થયો છે. ગુરુગ્રામમાં જુમ્માની નમાજને લઇ બે જૂથના લોકો આમને સામને આવી જતા હોય છે. જેને લઇને નકવીએ જણાવ્યું હતું કે નમાઝ પૂજા પ્રાર્થના આ શાંતિ માટે હોય છે. સદભાવ માટે હોય છે. જેનાથી શાંતિ આપવી જોઈએ અને સદભાવના વધવી જોઈએ. 

ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા એક વ્યક્તિ પર લાઠીચાર્જનો વિડીયો ભાજપના સાંસદ વરુણ ગાંધી દ્વારા ટ્વીટર પર મૂકવામાં આવ્યો હતો. જેને લઇ તેઓએ ઉત્તરપ્રદેશ સરકાર પર સવાલ ઉભા કર્યા હતા. આ મુદ્દે નકવીએ જણાવ્યું હતું કે,હમારી પાર્ટીમાં લોકતંત્રનું પ્રમાણ છે કે અમારી પાર્ટીના સાંસદ પણ પ્રશ્ન ઉઠાવી શકે છે. જ્યારે તેમની પરિવારના વ્યક્તિની વિરુદ્ધ પ્રશ્નો હઠવવાની હિંમત નથી. સાથે તેઓએ જણાવ્યું હતું કે, વકફ બોર્ડમાં અમે સો ટકા પ્રોપર્ટીને ડિજિટલ કરી છે. જીઓ મેપિંગ પર યુદ્ધ સ્તરે કામ ચાલુ છે. વકફ માફિયાઓથી વકફને મુક્તિ મળે એ માટે હમેં કામ કરી રહ્યા છે. 

જાન્યુઆરી 20 અને 21 તારીખે કચ્છમાં આયોજિત રણ ઉત્સવમાં માયનોરિટી કન્સલ્ટિંગની બેઠક યોજવામાં આવશે. જેમાં વકફ બોર્ડના લોકોને પણ બોલાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય દ્વારા જે જાલીદાર ટોપી ને લઇ નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને જણાવ્યું હતું કે, અમે કહીએ છીએ કે સૌનો સાથ સૌનો વિકાસ અને સબકા પ્રયાસ અમે બધાને સાથે લઇ ને ચાલીએ છીએ. ઉત્તર પ્રદેશમાં કટ, કમિશન, કરપશન  અને કોમ્યુનલનો સફાયો થયો છે ત્યાં દંગાઈ અને દબંગો જે સરકારી કાગળ પર હતા તે બધા સમાપ્ત થઇ ગયા છે, ત્યાં સુશાસનની સરકાર છે. બાહુબલીઓનું બળ સમાપ્ત થયુ છે.

કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ સુરતમાં આવી હુનર હાટની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય લઘુમતિ મંત્રાલય દ્વારા સુરતના વનિતા વિશ્રામ ખાતે તા.11 થી 20 ડિસેમ્બર સુધી ૩૪મો ‘હુનર હાટ’ યોજાશે, જે સંદર્ભે કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી સુરત આવી પહોંચ્યા હતાં, અને વનિતાવિશ્રામ મેદાન ખાતે હુનર હાટની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. હુનર હાટમાં દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કારીગરોએ સ્ટોલ તૈયાર કર્યા છે. આગામી 10 દિવસ સુધી લોકો હસ્તકલા અને વાનગીઓના 300સ્ટોલની મુલાકાત લઈ શકશે અને ખરીદી કરી શકશે. 

કેન્દ્રીય પ્રધાન હુનર હાટ શરૂ થવાના એક દિવસ પહેલા સુરત પહોંચ્યા હતા. તેમણે  એરપોર્ટથી સીધા વનિતા વિશ્રામ પહોંચીને સમગ્ર તૈયારીઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ તમામ 300 સ્ટોલની મુલાકાત લીધી હતી. વિશ્વકર્મા વાટિકા અને ફૂડ કોર્ટ 'મેરા ગાંવ મેરા દેશ'ની પણ મુલાકાત લીધી હતી. તેમણે આયોજક સમિતિના લોકો સાથે ચર્ચાવિચારણા કરી રચનાત્મક સૂચનો કર્યા હતાં. વનિતા વિશ્રામના પ્રદર્શન મેદાનમાં હુનર હાટ તા.20 ડિસેમ્બર સુધી શરૂ રહેશે. લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાથી લઈને કોવિડ પ્રોટોકોલ અને માર્ગદર્શિકા સુધી વિશેષ કાળજી લેવામાં આવશે. એક ટીમ સેનિટાઈઝરથી લઈને સમગ્ર કેમ્પસ સુધી સામાજિક અંતર જાળવવા લોકો સાથે સતત સંકલન કરશે. કાર્યક્રમમાં તમામ માટે માસ્ક ફરજિયાત રહેશે, માસ્ક ન હોય તેઓને હુનર હાટની મેનેજિંગ કમિટી માસ્ક આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news