રાજ્યમાં આટલી સ્પીડ લિમિટ કરતા વધુ ગતિથી વાહન ચલાવી શકાશે નહીં, જાણો સરકારનું જાહેરનામું
રાજ્યમાં ફોર વ્હીલ, ટૂ-વ્હીલ સહિત અન્ય વાહનો માટે વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે.
હિતલ પારેખ, ગાંધીનગરઃ જે લોકો જાહેર માર્ગો પર સ્પીડ કરતા વધુ ગતિથી વાહન ચલાવે તેણે ચેતી જવાની જરૂર છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા નક્કી કરી છે. વાહન વ્યવહાર વિભાગના આદેશ પ્રમાણે રાજ્યમાં 120ની સ્પીડ કરતા વધુ સ્પીડે વાહન ચલાવી શકાશે નહીં. તો ટુ વ્હીલર વાહનો માટે પણ ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
વાહનોની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી
રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આજે એક આદેશ બહાર પાડીને શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર તથા જાહેર માર્ગો પર વાહન ચલાવવાની ગતિ મર્યાદા નક્કી કરી છે. દરેક વાહનો માટે અલગ-અલગ સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. કોઈપણ વાહન વધુમાં વધુ 120થી વધારેની સ્પીડ પર ચલાવી શકાશે નહીં.
રાજ્યમાં એક્સપ્રેસ હાઈવે પર ગાડીની સ્પીડ લિમિટ 120 કિમી નક્કી કરવામાં આવી છે. તો નેશનલ હાઈવે પર 100 અને સ્ટેટ હાઈવે પર 80 કિમી પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરવામાં આવી છે. કોર્પોરેશનના શહેરી વિસ્તારમાં 65 તથા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર 50 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ તંત્રના કાન બહેરા થયા, આંખે અંધાપો આવ્યો... ઠેર ઠેર યોજાતા રાજકીય કાર્યક્રમોમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
ગાડી માટે સ્પીડ લિમિટ
એક્સપ્રેસ હાઇવે 120
નેશનલ હાઇવે 100
સ્ટેટ હાઇવે 80
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 65
ગ્રામ્ય વિસ્તાર રોડ 50
માલસામાનની હેરફેર કરતા વાહનોની ગતિ મર્યાદા
એક્સપ્રેસ હાઇવે 80
નેશનલ હાઇવે 80
સ્ટેટ હાઇવે 70
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 60
ગ્રામ્ય વિસ્તાર રોડ 40
આ પણ વાંચોઃ શિક્ષણ વિભાગમાં ભરતીની મોટી જાહેરાત, જાણો કેટલી જગ્યા પડી છે ખાલી
દ્વિચક્રી વાહનોની ગતિ મર્યાદા
નેશનલ હાઇવે 80
સ્ટેટ હાઇવે 70
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 60
ગ્રામ્ય વિસ્તાર રોડ 50
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube