અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્યગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ પુર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મેંઘસવારી આવી પહોંચી હતી. સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાનો અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોથી ઘેરાયેલા નેતાઓ અને ઓફીસો બની સુનકાર, ઓનલાઇન સુનાવણી અને તત્કાલ ઉકેલ

પશ્ચિમ અમદાવાદમાં એસજી હાઇવે, સરખેજ, બોડકદેવ, ચાંદખેડા, રાણીપ, મણીનગર, બાપુનગર, નરોડા, કાલુપુર, થલતેજ, ગોતા ચાંદલોડિયા, ઘાટલોડિયા, વાડજ, આરટીઓ, વસ્ત્રાપુર, સેટેલાઇટ, શિવરંજની, જીવરાજપાર્ક, વેજલપુર અને ચાંદખેડામાં વરસાદ નોંધાયો હતો. પૂર્વમાં નરોડા, નિકોલ, વસ્ત્રાલ, ઇસનપુર, સીટીએમ, કૃષ્ણનગર, મેમ્કો, કાલુપુર, સારંગપુર, રાયપુર સહિત સમગ્ર કોટ વિસ્તારમાં પણ વરાદ વરસ્યો હતો. સતત ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોને રાહત થઇ છે. 


બ્રિજેશ મેરજાએ સી.આર પાટીલને કોંગ્રેસનાં નવા પ્રમુખ ગણાવ્યા, વીડિયો વાયરલ

પવન સાથે ભારે વરસાદનાં પગલે વિઝિબલિટીમાં ઘટાડો થઇ ગયો હતો. ઉપરાંત શહેરનાં અનેક માર્ગો પર પાણી પણ ભરાઇ ગયા હતા. જેના કારણે મોટા ભાગનાં રસ્તાઓ પર ટ્રાફીક જામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રાફીક સિગ્નલો પર લાંબી લાંબી લાઇનો લાગી હતી. ખાસ કરીને એસ.જી હાઇવે તથા 132 ફુટ રિંગરોડ પર ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર