સમાજ માટે ખરેખર શરમજનક ઘટના! 48 વર્ષીય પાડોશીએ સગીરાને રૂમમાં ખેંચી શારીરિક અડપલા કર્યા
માંગરોળ તાલુકાના એક ગામમાં પાડોશીએ જ 10 વર્ષની માસૂમ બાળા પર નજર બગાડી હતી અને તેઓને રૂમમાં લઇ લઈને શારીરિક અડપલાં કર્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગણતરીની કલાકોમાં હવસખોર પાડોશીને દબોચી લીધો હતો.
સંદીપ વસાવા/માંગરોળ: ગુજરાતીમાં કહેવત છે પહેલો સગો પાડોશી પણ આ કહેવત માંગરોળ તાલુકામા ખોટી સાબિત થઈ છે. માંગરોળ તાલુકાના એક ગામમાં પાડોશીએ જ 10 વર્ષની માસૂમ બાળા પર નજર બગાડી હતી અને તેઓને રૂમમાં લઇ લઈને શારીરિક અડપલાં કર્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગણતરીની કલાકોમાં હવસખોર પાડોશીને દબોચી લીધો હતો.
ગુજરાતના વીર અમર રહેજો! બાળકનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલસિંહે શહીદી વ્હોરી, રડી.
સુરત જિલ્લામાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી હતી. માંગરોળ તાલુકાના એક ગામમાં 10 વર્ષની સગીરા તેઓની બહેન સાથે એકલી ઘરે હતી. તે દરમિયાન બાજુની રૂમમાં જ રહેતો 48 વર્ષીય પાડોશીએ સગીરાની બહેનને રૂપિયા આપી દુકાન પર મોકલી આપી હતી અને એકલતાનો લાભ લઈને 10 વર્ષની સગીરા પર નજર બગાડી તેને રૂમમાં ખેંચી ગયો હતો અને સગીરાના છાતીના ભાગે હાથ ફેરવી શારીરિક અડપલા કર્યા હતા. તેમજ શોર બકોર કર્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
મોબાઈલની માયાજાળથી સાવધાન! માત્ર 13 વર્ષના બાળકે મોબાઈલ માટે ઘર છોડ્યું, કાળી મજૂરી
સગીરાને પોતાની સાથે ખરાબ વ્યહાર થયો હોવાનું માલુમ પડતા જ તે ધ્રુજી ઉઠી હતી અને પોતાના માતા પોતાને સમગ્ર કૃત્યની જાણ કરતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ તુરત કોસંબા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધાર કોસંબા પોલીસે 48 વર્ષીય બિરજુ ભૂઇયા નામના નરાધમને દબોચી તેઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. પોતાની હવસ સંતોષવા માસૂમ બાળકીઓ પર નજર બગાડનાર નરાધમ વિરૂદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે તે હાલ જરૂરી બન્યું છે.
અમેરિકાના H-1B વિઝા મેળવવાના ચક્કરમાં આવી કંપનીઓમાં ન ફસાતા, નહિ તો પસ્તાવો થશે