ઝી બ્યુરો/અમદાવાદ: જગન્નાથ મંદિરનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. 50 હજાર લોકો એક સાથે દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના પરિસરનું રિ-ડેવલપમેન્ટ કરીને સાધુ-સંતો માટે રહેવાની પણ વ્યવસ્થા કરાશે, સાથે ભક્તો માટે પાર્કિગ સહિતની વ્યવસ્થા કરાશે. ટીમ સર્વે કરીને ગઈ હોવાની જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ માહિતી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શક્તિસિંહ કોંગ્રેસ પ્રમુખ બનતા જ 2024ની તૈયારીઓ શરૂ! રાજકોટના 2 મોટા નેતાઓની ઘરવાપસી


ઉલ્લેખનીય છે કે જગન્નાથ મંદિર કૅમ્પસ વિશાળ બનશે ત્યારે ભાવિકોને વધુ સુવિધા મળી રહેશે. અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીનાં દર્શન મોકળાશથી કરી શકશે. રીડેવલપ થયા પછી કૅમ્પસમાં મંદિરની રિક્વાયરમેન્ટ પ્રમાણે કામગીરી થશે.આ ઉપરાંત મ્યુઝિયમ પણ બનશે, જેમાં ભગવાનના જૂના રથ મૂકવામાં આવશે.


વાલીઓને ઝટકો! ગુજરાતમાં ટેકનિકલ કોર્ષની ફીમાં 5 ટકાનો વધારો, મળી ગઈ લીલીઝંડી


જગન્નાથજીના મંદિરનો ઈતિહાસ
એવું કહેવાય છે કે, 400 વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે, તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું. હનુમાનદાસજી નામના એક સંન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. કહેવાય છે કે, તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા. 


Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી


ઓડિશામાં પુરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન, તેમણે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર (ગુજરાતમાં બલદેવ તરીકે ઓળખાય છે), અને બહેન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી, આ સાથે ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું, ત્યારથી આ મંદિર ભગવાન જગન્નાથજીના મંદિર તરીકે ઓળખાવા લાગ્યું.