સ્નેહલ પટેલ/નવસારી :નવસારીમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. આવામાં કોરોનાએ નવસારીના પૂર્વ ધારાસભ્યનો ભોગ લીધો છે. જલાલપોરના પૂર્વ ધારાસભ્યનું સંભવિત કોરોના (Coronavirus) થી મોત નિપજ્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વસંત પટેલનું મોત થયું છે. છેલ્લાં કેટલાક દિવસોથી વસંત પટેલ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. તેઓ 1980 થી 1990 સુધી જલાલપોરના ધારાસભ્ય રહ્યા હતા. 81 વર્ષની વયે કોરોનામાં સપડાયા બાદ તેમનું મોત નિપજ્યું છે. 


મહેસાણામાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ, અભિનેતા પરેશ રાવલના બે ભાઈ પકડાયા  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીમાં કોરોના કહેર યથાવત છે. સોમવારા નવસારીના જલાલપોર વિધાનસભાના માજી ધારાસભ્ય વસંત પટેલ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે, તેઓ લાંબી સારવાર લઈ શક્યા ન હતા. બે દિવસમાં કોરોનાને કારણે તેઓએ જીવ ગુમાવ્યો છે. 


નવસારીમાં કોરોના પોઝિટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. નવસારીમાં 24 કલાકમાં વધુ 11 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા હતા. જિલ્લામાં મંગળવારે કુલ 17 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા હતા. કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 399 પર પહોંચી ગયો છે. તો 232 રિકવર દર્દી, 28 મોત અને 138 એકટીવ કેસો હાલ જિલ્લામાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર