જામનગર જિલ્લામાં મેઘરાજાની જમાવટ, નદી-નાળા અને જળાશયો છલકાયા, બાલાભડી ડેમ ઓવરફ્લો
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસતા જિલ્લાના 6 તાલુકામાં અડધો થી લઈ 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે...સૌથી વધુ કાલાવડ તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો જ્યારે ધ્રોલ, જોડિયા અને જામજોધપુરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જામનગર શહેરમાં પણ ધીમીધારે એક ઈંચ વરસાદ, લાલપુર તાલુકામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે...ગ્રામ્ય પંથકમાં વરસાદથી નદી-નાળા જળાશયો છલકાયા અને શહેરમાં સતત વરસાદી માહોલથી ઠંડકભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે...
મુસ્તાક દલ, જામનગર: જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસતા જિલ્લાના 6 તાલુકામાં અડધો થી લઈ 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે...સૌથી વધુ કાલાવડ તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો જ્યારે ધ્રોલ, જોડિયા અને જામજોધપુરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જામનગર શહેરમાં પણ ધીમીધારે એક ઈંચ વરસાદ, લાલપુર તાલુકામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે...ગ્રામ્ય પંથકમાં વરસાદથી નદી-નાળા જળાશયો છલકાયા અને શહેરમાં સતત વરસાદી માહોલથી ઠંડકભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જામનગર જિલ્લાના PHC સેન્ટરોમાં વરસાદના નોંધાયેલ છેલ્લા 24 કલાકના આંકડા મુજબ જામજોધપુર તાલુકાના સમાણામાં 10 ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો હતો જ્યારે શેઠવડાળામાં સાડા 8 ઇંચ અને ધ્રાફામાં સાડા 6 ઇંચ વરસાદ અને કાલાવડ તાલુકાના નવાગામ અને મોટા પાંચદેવડામાં પણ 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે પાંચ જેટલા જળાશયો ઓવરફલો થયા છે અને તેની નીચે હેઠવાસના ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ રહેવા તેમજ સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે.
પહેલા વરસાદમાં જ કાલાવડનો જીવાદોરી સમાન બાલાભડી ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસના મુળીલા, મોટાભાડુકિયા, બાલાભડી ,કોઠાભાડુકિયા જેવા આજુબાજુના ગામો માં જોરદાર વરસાદ પડતાં બાલાભડી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા કાલાવડ શહેર ની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે અને લોકોમાં પણ ખુશ ની લાગણી જોવા મળી રહી છે જ્યારે ડેમ ઓવરફ્લો થતા શહેરીજનો ડેમ જોવા ઉમટી પડ્યા હતા.
કાલાવડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં ગઈકાલ થી અતિરેક વરસાદ પડી રહ્યો છે. કાલાવડ તાલુકાના મછલીવડ,સનાળા,પીપરિયા અનેક ગામોમાં જોરદાર વરસાદ પડયો હતો સત્તત વરસાદ પડતાં સ્થાનિક નદી માં ઘોડાપુર આવ્યા છે જ્યારે પુરના પાણી હાઇવે પર ફરી વળ્યાં અને મછલીવડ થી લાલપુર જવાના રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી, જેના પગલે હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી. ગામ લોકો નું કહેવું છે દર ચોમાશે આવી જ પરિસ્થિતિ ઉદભવે છે અને પુલના અભાવે હાઇવે પર પાણી ફરી વળે છે. આજુબાજુના ગામ ના લોકો હાલાકી ભોગવે છે. કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ પાસે હાઈવે પરના કોઝવેમાં પાણી ફરી વળતાં હાઇવે પરનો વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
કાલાવડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં ગઈકાલ થી અતિરેક વરસાદ પડી રહ્યો છે, તાલુકાના મોટીવાવડી,નવાગામ, અરલા,છતર અનેક ગામોમાં જોરદાર વરસાદ પડયો હતો, ગત રાતથી સવાર સુધી વરસાદ ચાલુ જ રહેવાથી જોરદાર વરસાદ પડતાં તાલુકાના મોટીવાવડી ગામના ઘરો માં પાણી ઘૂસ્યા હતા. મોટીવાવડી ગામ જાણે બેટ માં ફેરવાઈ ગયો હોય તેવા દશ્ય સામે આવ્યા અને મુખ્ય બજાર અને ધરોમાં ગોઠણ સમાં પાણી ભરાયાં હતા. જ્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકા અને જામજોધપુરમાં પણ સારો એવો વરસાદ થતાં ઠેરઠેર ખેતરોમાં પાણી ભરાયા અને નદીઓમાં પાણી વહેતા થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે આજે વહેલી સવારથી જ જામનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
ખેતી કરીને દર મહિને કરો લાખોની કમાણી! આ ટેકનોલોજીથી ઓછી જમીનમાં થશે વધારે ઉત્પાદન
Whatsapp પર કોણ ચોરીછૂપેથી જોઈ રહ્યું છે તમારો DP? જાણવા માટે અપનાવો આ Tricks
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube