ખેતી કરીને દર મહિને કરો લાખોની કમાણી! આ ટેકનોલોજીથી ઓછી જમીનમાં થશે વધારે ઉત્પાદન

ગુજરાતમાં પણ હવે પરંપરાગના બદલે ટેક્નોલોજી આધારીત ખેતી વધી છે. જેમાં શિક્ષિત યુવાનો પણ આધુનિક ખેતી કરી દર મહિને લાખોની કમાણી કરી રહ્યા છે. જેમાં IOT-AT પદ્ધતિ વધુ કારગત સાબિત થઈ રહી છે.

Updated By: Jul 24, 2021, 11:41 AM IST
ખેતી કરીને દર મહિને કરો લાખોની કમાણી! આ ટેકનોલોજીથી ઓછી જમીનમાં થશે વધારે ઉત્પાદન

નરેશ ધારાણી, અમદાવાદઃ ગુજરાતમાં પણ હવે પરંપરાગના બદલે ટેક્નોલોજી આધારીત ખેતી વધી છે.જેમાં શિક્ષિત યુવાનો પણ આધુનિક ખેતી કરી દર મહિને લાખોની કમાણી કરી રહ્યા છે.જેમાં IOT-AT પદ્ધતી વધુ કારગત સાબિત થઈ રહી છે. ગુજરાતમાં TOT-AI આધારિત ખેતી કરી મહિને 2 લાખની કમીણી કરનાર યુવા ઉદ્યોગ સાહસિકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.કોરોના કાળમાં પણ બેરોજગાર યુવાનો TOT-AI પદ્ધતિથી ખેતી કરવામાં જોડાઈ રહ્યા છે.જેમાં ઓછી જમીનમાં પણ ખેતી કરી વધુ આવક મેળવી રહ્યા છે.

Ola Electric સ્કૂટરની થશે હોમ ડિલિવરી! માત્ર 499માં બુકિંગ, 80,000નું છે સ્કૂટર
 

No description available.

TOT-AIથી ખેતી કરવા માટે એક વખત 10થી 15 લાખનું રોકણ કરવું પડે છે.ત્યાર બાદ દર મહિને 2 લાખની આવક મેળવી શકાય છે. ત્યારે આવો જોઈએ કે શું છે TOT-AI પદ્ધતિ અને કેવી રીતે આવક થાય બમણી...ખેડૂતો હવે ચીલાચાલુ ખેતી છોડી હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજી તરફ વળ્યા છે.ગુજરાતમાં અંદાજે ત્રણ લાખ સ્કવેર ફુટમાં હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજી આધારિત ખેતી થાય છે.જેનું માર્કેટ અંદાજ 100 કરોડથી વધુ છે.પરંતુ એક વખતના ખર્ચ બાદ મબલખ આવક હોવાથી હવે યુવા ખેડૂતો પણ હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજી તરફ વળ્યા છે.

ગુજરાતમાં હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીનો વધ્યો ક્રેઝ:
હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીની શોધ ઈઝરાયલે કરી હતી.આ પદ્ધતિથી 17મી સદીથી પાક લેવામાં આવી રહ્યો છે.પરંતુ હવે ગુજરાતમાં હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીનો ક્રેઝ વધી રહ્યો છે.આ પદ્ધતિથી તૈયાર થતા પાકમાંથી 10થી 15 ટકા દુબઈ, યુએઈ, યુકે, ઈન્ડોનેશિયા, મલેશિયામાં નિકાસ થાય છે.જેથી ઓછી જમીનમાં પણ ખેડૂતો વધુ આવક મેળવી રહ્યા છે.

શું છે હાઈડ્રોપોનિક્સ પદ્ધતિ:
હાઈડ્રોપોનિક્સ મૂળ ગ્રીક શબ્દ છે.જેમાં હાઈડ્રો એટલે પાણી અને પોનિક્સ એટલે મહેનત થાય છે.એટલે કે જમીનના બદલે પાક પાણીમા ઉગાડવાને હાઈડ્રોપોનિક્સ કહેવામાં આવે છે.આ પદ્ધતિથી ખેતી કરવા ખાસ પ્રકારની પાઈપ લાઈનની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.જેમાં જમીન કરતા 10 ટકા પાણીની જરૂરિયાત રહે છે.ત્યાર બાદ માત્ર પોષકતત્વો અને પ્લાન્ટની જાણવણીનો નહિવત ખર્ચ થાય છે.આ પદ્ધતિથી માત્ર એક જ વ્યક્તિથી જમીનના બદલે બાલ્કની કે ધાબા પર ખેતી કરી શકાય છે.

No description available.
 

ટેક્નોલોજીથી ઉત્પાદિત થયેલ પાકમાં વધુ પોષક તત્વો:
પરંપરાગ ખેતી કરતા હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીથી તૈયાર થયેલ શાકભાજી વધુ ફળદ્રપ્ત હોય છે.આ પદ્ધતિમાં જંતુનાશક દવા અને બિનજરૂરી ખાતરના ઓછા ઉપયોગથી શાકભાજીમાં વધુ પોષક તત્વો હોય છે.આ પદ્ધતિનો ઈઝરાયલ, જર્મની, અમેરિકા અને ચીનમાં ભરપુર ઉપયોગ થાય છે.પરંતુ હવે ગુજરાતની સાથે ભારતમાં પણ હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીનો ટ્રેન્ડ વધી રહ્યો છે.જેથી ગુજરાતમાં હાલ આ પદ્ધતિથી 3 લાખ સ્કવેર ફુટમાં ખેતી થઈ રહી છે.

કેટલો ખર્ચ થાય છે હાઈડ્રોપોનિક્સ પદ્ધતિમાં:
હાઈડ્રોપોનિક્સ પદ્ધતિમાં અંદાજે 6 હજાર સ્કેરફૂટમાં ખેતી કરરવામાં આવે તો 12થી 15 લાખનું રોકાણ કરવું પડે છે.એક વખતાના ખર્ચ બાદ દર મહિને સરેરાશ દોઢથી બે લાખ સુધીની કમાણી કરી શકાય છે.હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી દર મહિને 1500થી 2 હજાર કિલો લીફી ગ્રીક્સ શાકભાજીનું ઉત્પાદન કરી શકાય છે.

ગુજરાતનો હઈડ્રોપોનિક્સ પદ્ધતિમાં કેટલામો ક્રમાંક:
ગુજરાતમાં યુવા-શિક્ષિત ખેડૂતો આધુનિક ખેતીને અપનાવી રહ્યા છે.પરંતુ હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીનો સૌથી વધુ ઉપયોગ દિલ્લી-NCR,બેંગ્લોર, હૈદરાબાદ અને મુંબઈમાં થાયા છે.જેમાં ગુજરાતનો પાંચમું સ્થાન છે.પરંતુ ગુજરાતમાં હવે ઝડપભેર હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube