જામનગર : ડેન્યુને હવે જામનગરનાં હવા પાણી માફક આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આજે જામનગરમાં ડેન્ગ્યુંનાં વધારે 64 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે સ્થાનિક તંત્ર ફરી એકવાર દોડતું થયું છે. ખાસ કરીને શહેરના ઘણા વિસ્તાર છે જેમાં વરસાદી પાણીથી ભરેલા નાના નાના તળાવો મચ્છરોની મિની ફેક્ટરી હોય તેવી સ્થિતી સર્જાઇ છે. જેના કારણે ડેન્ગ્યુ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાએ શહેરમાં માઝા મુકી છે. ફરી એકવાર સ્થાનિક તંત્ર મચ્છરો અને તેના થકી ફેલાકા રોગચાળાને નાથવામાં નિષ્ફળ સાબિત થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબાઇલ કંપનીઓની વેપારીઓ સાથે વ્હાદવલાની નીતિ: જામનગરનાં વેપારીઓનો વિરોધ
જામનગરમાં ડેન્ગ્યુની બીમારીએ ભરડો લીધો છે, ત્યારે શહેરમાં આરોગ્ય તંત્ર અને સ્થાનિક તંત્રની બેદરકારી ઠેરઠેર નજરે પડી રહી છે. ખાસ કરીને ચાલુ વર્ષે જામનગર શહેરમાં 180 % ટકા જેટલો વરસાદ થવાના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં નાના નાના સ્વચ્છ પાણીના તળાવો ભરાયા છે અને આ તળાવો મચ્છરોથી ખદબદી રહ્યા છે. ત્યારે એક મચ્છરોની મિની ફેક્ટરી હોય તેવો ઘાટ સર્જાયો છે. ના તો વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે કે ના એ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. જેના કારણે હજારો લોકોને ડેન્ગ્યુનો ભય સતાવી રહ્યો છે. ત્યારે લોકો પણ માંગ કરી રહ્યા છે કે આવી તળાવ સમાન મચ્છરોની મીની ફેક્ટ્રીની સમસ્યાનું નિરાકરણ લાવવા આરોગ્ય તંત્રે યોગ્ય પગલાં ભરવા જોઈએ. જેથી જામનગર શહેરમાં ડેન્ગ્યુનો રોગચાળો કાબૂમાં આવી શકે.
ધોરણ 10મી પરીક્ષા પદ્ધતીમાં થયો મોટો ફેરફાર, બોર્ડનાં વિદ્યાર્થી ખાસ વાંચે આ સમાચાર


મોલ-મલ્ટિપ્લેક્સ સંચાલકો વસુલી શકશે પાર્કિંગ ચાર્જ: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો ખાસ જાણો...


જોકે જામનગરમાં ડેન્ગ્યૂની આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ આરોગ્ય તંત્ર સબ સહી સલામત હોવાના દાવા કરી રહ્યું છે. અને આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કામગીરી થતી હોવાના પોકળ દાવાઓ થાય છે. પરંતુ દિવસેને દિવસે ડેન્ગ્યૂના વધતા જતા પોઝિટિવ કેસ આરોગ્ય તંત્ર સામે પણ ઘણા સવાલો ઉભા કરી રહ્યા છે. અને શહેરીજનોને એક જ માંગ છે કે ડેન્ગ્યુની બીમારીમાંથી આરોગ્ય તંત્ર શહેરીજનોને મુક્તિ અપાવે. હાલ ઘરે ઘરે ડેન્ગ્યુની બિમારીના ખાટલા જોવા મળી રહ્યા છે.