સત્તાના નશામાં બેફામ બન્યો ભાજપના નેતાનો પુત્ર, જામનગરમાં વેપારીને ધમકાવ્યો
bjp leader son hit vendor : જામનગરના બર્ધન ચોકમાં વેપારીને શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યાના પુત્રએ ધમકાવ્યો, તેના બાદ પોલીસે જાહેરમાં માર માર્યો.. વીડિયો વાયરલ
Jamnagar News : ગુજરાતમાં 27 વર્ષના શાસનમાં ભાજપના નેતાઓ મદમસ્ત થઈ ગયા છે તેવુ લાગી રહ્યું છે. સત્તાનાં નશામાં મદમસ્ત બની નેતાઓ કે તેમના સંતાનો અનેકવાર ખીતી દાદાગીરી કરી વિવાદમાં આવતા હોય છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતાના દીકરાની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે. શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યાના દીકરાએ જામનગરની બજારમાં વેપારીને માર મારવાની ઘટના બની છે. કુસુમ પંડ્યાના દીકરા હર્ષિલ પંડ્યાએ વેપારીને ધમકી આપીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે. વાત તો એવી છે કે, આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પણ વેપારીને માર માર્યો હતો. પોલીસે મારવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ત્યારે પોલીસે વેપારીને કેમ માર્યો તેને લઈને સવાલ ઉઠ્યા છે. સાથે જ ભાજપના નેતાને કોને આવી રીતે ખુલ્લેઆમ દાદાગીરી કરવાનો પરવાનો આપ્યો તે પણ સવાલ ઉઠ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના મધ્યમાં ચોક બજાર આવેલુ છે. આ બજારમાં હપ્તાખોરી વ્યાપેલી છે. ત્યારે આ ચોક ભજારમાં એક કાપડના વેપારીને એક યુવક હાથમાં ધોકો લઈ રાડારાડી કરી ધમકાવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. હકીકત એ છે કે, આ યુવક જામનગર મહાનગરપાિલકામાં શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યાનો દીકરો છે. આ બનાવે જામનગરના રાજકારણ અને તંત્રમાં સારી એવી ચકચાર જગાવી છે.
સુરતના આ વૈભવી ફાર્મમાં રોકાયા બાબા બાગેશ્વર, અંબાણીના એન્ટાલિયા જેવો છે અંદરનો નજાર
એક નેતાના પુત્રને કોને આ રીતે ખુલ્લો પરવાનો આપ્યો, તે સવાલો ઉઠ્યા છે. ચોક બજારમાં ચાલતી હપ્તાખોરી સામે લડવાનુ કામ તંત્રનું છે. ત્યારે નેતાના પુત્રએ કેમ કાયદો હાથમા લીધો. આ ઘટનાના બે દિવસ બાદ શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા અને મેયર બીનાબેન કોઠારીની હાજરીમાં પીએસઆઈ આ વેપારીને ફડાકાવાળી કરતો હોવાનો વીડિયો બહાર આવ્યો છે.
નાપાસ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર, આ વિદ્યાર્થીઓને પરીક્ષાની ફી
આ વીડિયો હાલ જામનગરના રાજકારણમાં ચકચાર જગાવી રહ્યો છે. આ સાથે જ પથારાવાળાનો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં તે કહે છે કે, ત્રિકમ બેચરની ગોળાઈ અને ચાંદી બજારની આજુબાજુ પથારાવાળા જે બેસે છે તે કોઈ કોર્પોરેટરના સગા છે. એક ટકો જાડીયા જેવો માણસ પૈસા ઉઘરાવે છે. જેવા પથારા તેવા પૈસા લેવામાં આવે છે. આ પછી મેઈન રોડ ઉપરના પથારાના પૈસા પોલીસ તથા અન્ય લોકો ઉઘરાવે છે.
કરોડોના વૈભવ છોડીને ગુજરાતના વેપારીના 24 વર્ષના CA દીકરાએ લીધી દીક્ષા