નાપાસ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર, આ વિદ્યાર્થીઓને પરીક્ષાની ફી નહિ ભરવી પડે

GSEB 10th Result : દર વર્ષે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં ફરીથી તક આપવામાં આવે છે.... ત્યારે ધોરણ-10ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર થઈ

નાપાસ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર, આ વિદ્યાર્થીઓને પરીક્ષાની ફી નહિ ભરવી પડે

Gandhinagar News : ગઈકાલે ધોરણ-10નું બોર્ડનું પરિણામ આવ્યું. રાજ્યભરમાં ધોરણ 10 નું પરિણામ 64.62 ટરા રહ્યું છે. ત્યારે ધોરણ-10 ની પરીક્ષામાં એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. ધોરણ‌ ૧૦ ની માર્ચમાં લેવાયેલ પરીક્ષા માં એક કે બે વિષયમાં નપાસ થનાર વિધાર્થીઓની પુરક પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં ફરીથી તક આપવામાં આવે છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 26, 2023

બોર્ડમાં ગેરહાજર વિદ્યાર્થીઓ પણ ફરી આપી શકશે પરીક્ષા
ગઈકાલે પરિણામ આવ્યા બાદ આજે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરાઈ છે. જેમાં પૂરક પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર શાળા દ્વારા જ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જેમાં એક વિષયના ૧૩૦ રૂપિયા ફી અને બે વિષયના ૧૮૫ રૂપિયા ફી ઓનલાઇન ભરવાની રહેશે. આ ઉપરાંત કન્યા અને દિવ્યાંગ વિધાર્થીઓને ફી માંથી મુક્તિ આપવામાં આવી છે. તેમજ માર્ચ ૨૦૨૩ ની બોર્ડની પરીક્ષામાં ગેરહાજર વિધાર્થીઓ પર જુલાઈમાં પુરક પરીક્ષા આપી શકશે. 

ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામા આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વધુ બનાસકાંઠાના કુંભારીયાનું 95.92 ટકા પરિણામ આવ્યું છે. તો સૌથી ઓછું નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત 76.45 ટકા અને સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.75 ટકા છે. 30 ટકા કરતા ઓછુ પરિણામવાળી શાળા 1084 થઈ છે. તો ગુજરાતી વિષયમાં 16 ટકા વિધાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલ છે.

પરિણામ નીચે ગયું 
એક તરફ, ધોરણ-10નું પરિણામ ઘટ્યુ છે. તો બીજી તરફ ગુજરાતમાં ઝીરો ટકા પરિણામ લાવનારી શાળાનો આંકડો વધ્યો છે. ઝીરો ટકા પરિણામ લાવતી શાળાની સંખ્યા 121 થી વધને 157 પર પહોંચી ગઈ છે. એટલે કે તેની ટકાવારી 30 ટકા વધી છે. એક જ વર્ષમાં 46 સ્કૂલો આ યાદીમાં વધી છે, જેમનુ પરિણામ ઝીરો ટકા આવ્યું છે. ધોરણ 10 નું 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલો 1007 થી વધીને 1084 થઈ ગઈ છે. આમ, આ સ્કૂલોની સંખ્યા પણ 77 વધી છે. તો બીજી તરફ, 100 ટકા પરિણામ લાવતી શાળાઓની ટકાવારી ઘટી છે. આવી સ્કૂલો 294 હતી, જે એક જ વર્ષમાં ઘટીને 272 થઈ છે. જે કહી શકાય કે સારુ પરિણામ લાવતી શાળાના હાલ પણ બેહાલ બની રહ્યાં છે. એટલે કે એક જ વર્ષમાં આવી 22 શાળા ઘટી છે, જેનુ પરિણામ નીચે ગયુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news