કરોડોના વૈભવ છોડીને ગુજરાતના વેપારીના 24 વર્ષના CA દીકરાએ લીધી દીક્ષા
24 Year Gujarti Boy Take Jain Samaj Diksha : ગુજરાતના વેપારીનો 24 વર્ષનો દીકરા નિર્મલ જૈને દીક્ષા ગ્રહણ કરી... સંયમના માર્ગે નીકળી પડ્યા
Trending Photos
Jain Samaj Diksha : ગુજરાતના ધનાઢ્ય ઉદ્યોગપતિના 24 વર્ષીય દીકરા નિર્મલ જૈને સમાજની દીક્ષા લઈને સંન્યાસનો માર્ગ અપનાવ્યો છે. નિર્મલ જૈને ધર્મની પ્રભાવનાને આગળ વધારવા માટે ગૃહસ્થ છોડીને દીક્ષા ગ્રહણ કરી છે. ગુરુવારે ઉત્તર પ્રદેશના મેરઠમાં દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં જૈન સંત સુમતિ પ્રકાશના સાંનિધ્યમાં નિર્મલ જૈને જૈન નગરમાં દીક્ષા લીધી હતી.
ગુરુવારે બેન્ડ બાજા સાથે નિર્મલ જૈનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ગુરુવારે સવારે નિર્મલ જૈન દીક્ષા મહોત્સવ અંતર્ગત ગૃહસ્થ ત્યાગીને સંન્યાસી બની ગયા હતા. જેમાં શોભાયાત્રા શ્વેતાંબર મંદિરથી શરૂ થઈ હતી અને જૈન સ્થાનક પર જઈને સમાપન થઈ હતી. જેમાં ગુજરાતના વેપારી પુત્ર સીએ નિર્મલ જૈને ગૃહસ્થ ત્યાગીને સંન્યાસી બની ગયા છે. જેમાં દેશ ધર્મની પ્રભાવનાને વધારવા માટે તેઓએ દીક્ષા ગ્રહણ કરી છે.
આ દરમિયાન નિર્મલ જૈને દીક્ષા ગ્રહણ કરવાની સાથે એક મહનાનું મૌન ધારણ કરી લીધું છે. જેના બાદ પૂ.રત્ય ઉપાધ્યાય હેમચંદ મહારાજના જન્મ શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં જૈન સ્થાનકમાં જૈન ભાગવતી દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું હતું.
પંડિત રત્ન ઉપાધ્યાય હેમચંદ્ર મહારાજના જન્મ શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં એસએસ જૈન સભા જૈન નગરના તત્વધાનમાં જૈન સ્થાનકમાં જૈન ભગવતી દીક્ષા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
પરિવારને સમજવુ મુશ્કેલ હતું - નિર્મલ જૈન
સીએથી સંન્યાસી બનેલા નિર્મલ જૈને જણાવ્યું કે, ધર્મગુરુઓના સત્સંગમાં સતત રહેવાથી મારા વિચારોમાં બદલાવ આવ્યો હતો. મન થયુ કે, જીવનને પ્રભુના ચરણોમાં અર્પિત કરવાનું છે. ભક્તિમાર્ગ જ જીવનનો આધાર છે. તેથી વિચાર્યુ કે, હવે સંન્યાસ બનવાની રાહ પર ચાલવુ છે. તેઓ કહે છે કે, શરૂઆતમાં પરિવારને મારા આ વિચાર વિશે સમજાવવુ બહુ જ મુશ્કેલ છે. પરંતુ બાદમાં પરિવારને સપોર્ટ કર્યો હતો. પરિવારની શુભેચ્છાથી ધર્મમાર્ગને અપનાવવામાં સફળતા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે