મુસ્તાક દલ/જામનગર: સામૂહિક બળાત્કારના કેસને લઈને આજે જામનગર કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જામનગર શહેરના અંધાશ્રમ આવાસ કોલોનીમાં વસવાટ કરતી એક સગીરા પર ત્રણેક વર્ષ પૂર્વે પાંચ શખ્સો દ્વારા સામુહિક બળાત્કાર, અપહરણ અને હુમલાની ફરિયાદ નોંધાઈ હતી, આવા કૃત્ય અંગે જામનગર પોક્સો કોર્ટે સખ્ત વલણ રાખીને આજે આ ચર્ચાસ્પદ કિસ્સામાં પાંચેય આરોપીઓને ગુન્હેગાર ઠેરવી અને છેલ્લા શ્વાસ સુધી જેલવાસની સજાનો હુકમ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચર્ચાસ્પદ કેસની વિગત એવી છે કે, જામનગરના અંધાશ્રમઆવાસ કોલોનીમાં વસવાટ કરતી એક 15 વર્ષીય સગીરાની ઓળખાણ ખીમરાજ ગઢવી સાથે થયેલ હતી. અને બન્ને અવારનવાર મોબાઈલ પર વાતચીત કરતાં હતા. તેવામાં એક દિવસ ભોગ બનનાર પોતાના દાદીમાંના ઘરે દ્વારકા ખાતે ગયેલી, જ્યાં તેણીના પિતા હાજર હોય તેની સાથે ઝઘડો થયેલો હોય તે દ્વારકાથી પ્રાઈવેટ વાહનમાં જામનગર આવવા નીકળેલ અને રસ્તામાંથી ફોન કરીને ખીમરાજ ગઢવીને ફોન કરી લેવા આવવા માટે જણાવેલ હતું.


મહિસાગર: તંત્રની બેદરકારીના કારણે આ ગામમાં જીવના જોખમે બાળકો કરે છે અભ્યાસ


જેથી ખીમાંરાજે મેઘપર પાટિયે થી ભોગબનનાર ને પોતાની કારમાં બેસાડી દીધેલ, જે કારમાં અન્ય એક માણસ પર સાથે હતો. જેનું નામ હરજુગ પાલા હતું. જે બાદ ભોગ બનનાર સગીરા કારમાં બેસી જતા ખીમરાજ પણ તેની સાથે પાછળની સીટમાં બેસી ગયો હતો. અને તેને શારીરિક અડપલા કરી અને તું માંડ હાથમાં આવી છો તેમ કહી તેને ખોડીયાર કોલોની શાકમાર્કેટ નજીક આવેલ એક મકાન ખાતે લઇ ગયો હતો.


કૌભાંડ: સુરતમાં 85 લાખ 22 હજારની નકલી નોટો સાથે મહિલા અને યુવકની ધરપકડ


જે સાવન હિંગરાજીયાનું હોય તે પણ મકાન ખાતે આવી ગયેલ અને એક રૂમમાં લઇ ગયા હતા. જ્યાં વારાફરતી હરજુગ,ખીમરાજ,સાવને બળાત્કાર કરી તેના નગ્ન ફોટાઓ પાડી અને ખીમરાજે છરી વડે હુમલો પણ કર્યો હતો અને ધાકધમકીઓ આપી હતી. જે બાદ પોતાની હવસ સંતોષાઈ જતા ખીમરાજે તેના મિત્રો હીમાંશુ કમલેશ અને સાજણને હવાલે કરી દીધેલ જે બંને સગીરાને રાવલસર ગામ ખાતે લઇ ગયા હતા. અને ત્યાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું.


જુઓ LIVE TV



આ સમગ્ર સામુહિક દુષ્કર્મને મામલે પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ દ્વારા 59 જેટલા દસ્તાવેજી પુરાવાઓ,12 જેટલા સાક્ષીઓ તપાસવામાં આવેલ અને બન્ને પક્ષોની દલીલોને ધ્યાને લઈને આજે પોક્સો કોર્ટે તમામ પાંચેય આરોપીઓને તકસીરવાન ઠેરવી કલમ 376 હેઠળ છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સખ્ત સજાનો હુકમ તેમજ અન્ય અલગ અલગ કલમો હેઠળ જુદી-જુદી સજાઓ કરવામાં આવી છે. સરકારી વકીલ તરીકે જમીન ભંડેરી અને ડી.જી.વજાણીની ધારદાર દલિલોના આધારે મહત્વનો ચુકાદો અપાયો હતો.