VIDEO: રીવાબા સાથે શાબ્દિક ચકમક મુદ્દે સાંસદ પૂનમબેન માડમે તોડ્યું મૌન, કર્યો મોટો ખુલાસો
જામનગર ખાતે બીજેપીના ત્રણ મહિલાઓ વચ્ચે થયેલા બોલાચાલી લઈને સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મામલે જામનગરના મેયર અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ઝી બ્યુરો/જામનગર: જામનગરમાં આજે બીજેપીના મહિલા નેતાઓ વચ્ચે થયેલા બોલાચાલી લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આ સમગ્ર ઘટના મુદ્દે જામનગરના મેયર અને ધારાસભ્ય રિવાબા જાડેજા પોતપોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. હવે સાંસદ પૂનમ માડમે સમગ્ર ઘટના પર પ્રકાશ પાડીને પ્રતિક્રિયા આપી છે. મોડી સાંજે ધારાસભ્ય રીવાબા જાડેજા સાથે શાબ્દિક ચકમક મુદ્દે સાંસદ પૂનમબેન માડમે જાહેર કરી સમગ્ર વિગતો આપી છે. તેમણે કહ્યું કે, રીવાબાની ગેરસમજને લીધે સમગ્ર મામલો ઊભો થયો હતો.
બિલ્કીસ બાનો કેસ: ગુજરાત સરકાઈ ભેરવાઈ, 'જેલો ભરેલી છે, તો બીજા કેદીઓને પણ મોકો આપો'
જામનગરમાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે વિવાદ મુદ્દે આખરે સાંસદ પૂનમ માડમે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, રીવાબાની ગેરસમજને લીધે સમગ્ર મામલો ઊભો થયો હતો. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, પાર્ટીની અનુમતિ બાદ હું નિવેદન આપી રહી છું. મેયર અને સાંસદ વચ્ચે થયેલી ચર્ચા મુદ્દે રીવાબાએ તાત્કાલિક નિર્ણય લેતા ડખો થયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે મેયર મારા મોટા બહેન અને રીવાબા મારા નાના બહેન સમાન છે. આગામી દિવસોમાં અમે સાથે કાર્યક્રમમાં પણ જોવા મળશું. શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આ ચર્ચા યોગ્ય નહોતી, માટે મે સોરી કહ્યું હતું. શાંતિથી બેસી ગેરસમજણ મુદ્દે ચર્ચા કરવા સાંસદે જણાવ્યું હતુ.
ચીની નાગરિકે કરી સૌથી મોટી છેતરપિંડી: માત્ર 9 દિવસમાં ગુજરાતીઓના 1400 કરોડ ખંખેર્યા
સાંસદ પૂનમ માડમે વધુમાં જણાવ્યું હતું કે, આજે ક્યાંય ગેરસમજનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટુંકી ગેરસમજ થઈ છે જેનો વીડિયો વાઇરલ થયો છે જેનાથી વધુ કાઈ જ નથી. ભાજપ પરિવાર મજબૂત પરિવાર છે. મારી ભૂમિકા માત્ર સાંસદ પણ પાર્ટીના કાર્યકર તરીકે હતી. એ સ્થળ કોઈ વધુ ચર્ચા કરવાનું નહોતું માટે મે સ્થળ પર સોરી કહ્યું હતું.
ગુજરાતના પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પોલિસી જાહેર, જાણો શું છે નવા નિયમો?
રિવાબા અને પુનમ માડમ વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ
હવે આ મામલામાં રિવાબાએ ખુલાસો કરતા જણાવ્યું છે કે, સાંસદે આ કાર્યક્રમમાં જાહેરમાં ટિપ્પણી કરી કે આવા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ બૂટ કાઢતા નથી, પરંતુ કેટલાંક ભાન વગરના લોકો ઓવરસ્માર્ટ બનીને ચંપલ કાઢીને ઉભા રહે છે. શહીદોને શ્રદ્ધાંજલિ પ્રસંગ હતો એવા સમયે મે ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી, એવા સમયે સાંસદની ટિપ્પણીથી મારા આત્મસન્માનને ઠેસ પહોંડનારી હતી. શહીદોને શ્રદ્ધાજલિ અર્પણ કરતી વખતે તેમની જે આ ટિપ્પણી હતી તે મને માફક ન આવી અને મારે ન છૂટકે તેમને જવાબ આપવો પડ્યો. જ્યારે સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે તમે ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપો ત્યારે પાર્ટી ઠપકો આપે કે શાબાસી આપે, તમે જ જણાવો...શ્રદ્ધાંજલિની વાત થતી હોય અને સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે હું નહીં સામાન્ય નાગરિક પણ વિચારે કે એમાં ખોટું શું કર્યું છે.
દેશમાં રહેવા અમદાવાદ સૌથી સસ્તું અને મુંબઈ સૌથી મોઘું શહેર, જાણો તમારા શહેરની સ્થિતિ
એક વીડિયો સામે આવ્યો
જામનગરમાં મારી માટી મેરો દેશ કાર્યક્રમમાં ભાજપના જ બે મહિલા વચ્ચે રકઝક થઇ હોવાનું સામે આવ્યું છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મેયરના શબ્દો સાંભળી શકાય છે કે ‘તમે મેયર સાથે વાત કરો છો, તમે અહીંથી ચાલ્યા જાવ. તો બીજી તરફ MLA રિવાબાના શબ્દો પણ સાંભળી શકાય છે કે અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે. સાંસદ પૂનમ માડમે પણ બંનેની રકઝકમાં દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમણે પણ રિવાબા જાડેજાના રોષનો સામનો કરવો પડ્યો હતો.
પીએમ મોદી અને અમિત શાહના ગણિતો અહીં જાય છે ફેલ, સમ ખાવા પૂરતી પણ એક સીટ નહીં મળે
ભાજપમાં આંતરિક કલેશઃ
આ મામલો કેમ બગડ્યો એની વિગતો બહાર આવી નથી પણ ઓન કેમેરા આ ભવાઈને પગલે પાટીલે પણ આ મામલે વિગતો માગી છે. રિવાબા જાડેજા એટલા ગુસ્સામાં હતા કે એમને 2 ટર્મથી સાંસદ પૂનમબેનને પણ આડેહાથે જાહેરમાં લીધા હતા. આ ઘટના બાદ ભાજપ આ મામલે લીપાપોતી કરી રહ્યું છે પણ આ ઘટનાએ સાબિત કર્યું છે કે ભાજપમાં બધુ સમૂસૂતરું નથી. આ સ્થિતિ રહી અને દિલ્હી હાઈકમાન્ડ આ બાબતે એક્ટિવ ન થઈ તો લોકસભામાં ભાજપને આ મામલે અસર પહોંચશે. જોકે, આ મામલે સૂત્રો કહી રહ્યાં છે કે પૂનમબેન તો આ મામલે મધ્યસ્થી કરાવી રહ્યાં હતા જોકે, વીડિયો કંઈક અલગ કહી રહ્યાં છે.
'કરો યા મરો', આયર્લેન્ડના પ્રવાસ પર ન ચાલ્યા તો ખતમ થઈ જશે આ 3 ખેલાડીઓનું કરિયર!
શું હતો સમગ્ર મામલો?
રિવાબા જાડેજાએ સાંસદ પૂનમબેનને જાહેરમાં કકળાટ કરતાં હવે ચૂંટણી સમયેની નારાજગી જાહેરમાં આવી ગઈ છે. આ દર્શાવે છે કે માત્ર ગાંધીનગર જ નહીં જિલ્લા સ્તરે પણ ભાજપમાં સખડ ડખળ ચાલું છે. ત્રણ મોટા મહિલા નેતાઓ વચ્ચે થોડા સમય માટે શાબ્દિક યુદ્ધ છેડાતાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસવડા દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. લાખોટા તળાવ પાસે જાહેર કાર્યક્રમમાં સમગ્ર ઘટના બની હતી. હવે ચૂંટણી સમયેનો કકળાટ જાહેરમાં આવતાં માંડ થાળે પડેલો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. જામનગર જિલ્લાની ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે રિવાબા જાડેજા.
શું સૌથી વધુ વ્યસ્ત રહેનાર કર્મચારી સૌથી સારું કામ કરનાર હોય છે, જોઇ લો આ રિપોર્ટ?