મુસ્તાક દલ/જામનગર :જામનગરમાં લાપતા બનેલા બે વૃદ્ધનો અજીબોગરીબ કિસ્સો છે. કાલાવડ નાકા બહા જેના નામે અંતિમ સંસ્કાર કરી નાંખ્યા એ વૃદ્ધ ઘરે પહોંચતા ભારે આશ્ચર્ય સર્જાયુ હતું. ત્યારે પરિવાર અને પોલીસ તંત્ર બંનેની બેદરકારી સામે આવી છે. પોલીસ અને પરિવાર બંને દ્વારા લાશની યોગ્ય રીતે ખરાઈ ન કરાતા આ ભેદ સર્જાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના કાલાવાડ વિસ્તારની આ ઘટના છે. આ વિસ્તારમાં રહેતા દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ અને કેશુભાઈ મકવાણા નામના બે વૃદ્ધો અલગ અલગ કિસ્સામાં ગુમ થયા હતા. બંનેના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં આ વિશે જાણ કરાઈ હતી. ત્યારે શાકમાર્કેટ વિસ્તારમાં એક વૃદ્ધની લાશ મળી આવી હતી. પોલીસે આ વિશે કેશુભાઈ મકવાણાના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારે તેમના પરિવારે મૃતદેહ સ્વીકારીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. જોકે, સમગ્ર અંતિમ વિધિ પૂરી થઈ ત્યારે કેશુભાઈ મકવાણા ઘરે આવ્યા હતા. આ જોઈને પરિવાર ડધાઈ ગયો હતો. ત્યારે સમગ્ર મામલો ફરીથી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. 


આ પણ વાંચો : આટલુ બધુ ડ્રગ્સ ગુજરાતમાં આવે છે ક્યાંથી? હવે મોરબીમાંથી પકડાયું 120 કિલો હેરોઈન


દયાળજી રાઠોડના  પરિવારે મૃતદેહની ઝીણવટથી ખરાઈ નહીં કરતાં મામલો સામે આવ્યો હતો. તેમણે દયાળજી રાઠોડ નામના વૃદ્ધને કેશુ મકવાણા સમજીને અંતિમ સંસ્કાર કર્યા હતા. પરંતુ કેશુ મકવાણા ઘરે જીવતા પરત આવતા પરિવાર આશ્ચર્યમાં મૂકાયો હતો.  જે વ્યકિતના અંતિમ સંસ્કાર કરી નખાયા તે કેશુભાઈ મકવાણા નહીં પણ કાલાવડ નાકા બહાર રહેતા દયાળજીભાઈ રાઠોડનો મૃતદેહ હતો.



આમ, દયાળજીભાઈ પરત આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જીવિત વ્યક્તિને બદલે અન્ય ગુમ વ્યક્તિના મૃતદેહને અન્યના પરિવારજનોએ અંતિમ વિધિ કરી દીધી હતી. બંને પરિવારોએ લાશની ઓળખ યોગ્ય રીતે ના કરી તેમજ પોલીસે પણ જરૂરી આધારોની ચકાસણી યોગ્ય રીતે ન કરી. ત્યારે હવે પોલીસે ફરીથી અલગ કાર્યવાહી કરવી પડી હતી. આજે સ્મશાનમાં જઈ અને અસ્થીકુંભમાં પણ નામ ફેરફાર કરવામાં આવ્યા હતા. સ્મશાનગૃહમાં મૃતકના અસ્થિઓ નામ લખી રાખવામા આવે છે. કેશુભાઈના પરિવારજનો દ્વારા અસ્થિકુંભ પર નામ લખાવેલું હોવાના કારણે હવે દયાળજીભાઈના પરિવાર દ્વારા અસ્થિકુંભનું નામ બદલવા ઉપરાંત મૃત્યુના દાખલા મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરી છે.