આટલુ બધુ ડ્રગ્સ ગુજરાતમાં આવે છે ક્યાંથી? હવે મોરબીમાંથી પકડાયું 120 કિલો હેરોઈન
ગુજરાત દેશભરમાં ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની રહ્યું છે તેના પુરાવા સતત સામે આવી રહ્યાં છે. મુન્દ્રા, દ્વારકા બાદ હવે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. મોરબીના ઝીંઝુડા ગામમાં ATS એ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં કરોડો રૂપિયાનો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સાથે બે શખ્સની ધરપકડ કરાઈ છે. બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું હેરોઇન ડ્રગ્સ પકડાયું છે. એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડીને ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :ગુજરાત દેશભરમાં ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની રહ્યું છે તેના પુરાવા સતત સામે આવી રહ્યાં છે. મુન્દ્રા, દ્વારકા બાદ હવે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. મોરબીના ઝીંઝુડા ગામમાં ATS એ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં કરોડો રૂપિયાનો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સાથે બે શખ્સની ધરપકડ કરાઈ છે. બે મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું હેરોઇન ડ્રગ્સ પકડાયું છે. એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે દરોડો પાડીને ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.
ગુજરાતમાં ડ્રગ્સ પર પોલીસની વધુ એક સ્ટ્રાઈક સફળ સાબિત થઈ છે. મોરબીના ઝીંઝુડામાં 120 કિલો હેરોઈન ઝડપાયું છે. દ્વારકા બાદ હવે મોરબીમાં કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. એક અંદાજ પ્રમાણે 500 થી 600 કરોડ રૂપિયાનું હેરોઈન હોવાનું કહેવાય છે. મોરબીના ઝીંઝુડામાં ATS અને SOG નું સફળ ઓપરેશન મોડી રાતે પાર પાડવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 2 શખ્સોની અટકાયત કરાઈ છે. દ્વારકા બાદ મોરબીમાં ડ્રગ્સ પર મોટી કાર્યવાહી કરાઈ છે. જેમાં 2 મકાનમાં તપાસ કરાતા મોટી સંખ્યામાં ડ્રગ્સ પકડાયું છે.
ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ ડ્રગ્સ મામલે કડક કાર્યવાહીના આદેશ કરાયા છે. ATS અને મોરબી SOGએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં દરોડો પાડીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે , દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, હવે પોલીસને વધુ એક સફળતા મળી છે.
5 દિવસ પહેલા જ્યારે દ્વારકામાં ડ્રગ્સ ઝડપાયું ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પર સ્ટ્રાઈક કરવા બદલ પોલીસની કામગીરી વખાણી હતી... અને સાથે જ ડ્રગ્સ માફિયાઓને આકરી ચેતવણી આપતા કહ્યું હતું કે ડ્રગ્સ સાથે જોડાયેલા લોકો પર પોલીસની નજર છે અને આવા લોકોને છોડવામાં નહીં આવે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે