મુસ્તાક દલ/જામનગરઃ 19 ઓગસ્ટને દર વર્ષે વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે (World Photography Day) તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે ફોરીગ્રાફી સાથે સંકળાયેલા લોકો અનેકવિધ કાર્યોકર્મો દ્વારા આ દિવસની ઉજવણી કરે છે. ત્યારે જામનગર ફોટોગ્રાફર એસોસિયેશન જે છેલ્લા 46 વર્ષોથી ફોટોગ્રાફી ક્ષેત્રે કાર્યરત છે તેના દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની મહામારીને લીધે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની રંગેચંગે ઉજવણી શક્ય ન હોઈ ત્યારે જામનગરના ફોટોગ્રાફરોએ આજના દિવસે કોરોના સક્રમણથી બચવા ખાસ વિનામૂલ્યે 1500 માસ્કનું બેડી ગેઇટ વિસ્તારમાં વિતરણ કર્યું હતું. તો ફોટોગ્રાફરો દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવી કોરોનાથી બચવાની અપીલ પણ કરવામાં આવી હતી. 


વર્લ્ડ ફોટોગ્રાફીના દિવસે દર વર્ષે જામનગરના ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને લીધે કોઈ કાર્યક્રમનું આયોજન શક્ય ન હોય ત્યારે એસોસિએશને કોરોનાને ધ્યાનમાં રાખીને ઉજવણી કરી હતી. તેમણે માસ્કનું વિતરણ કર્યું સાથે લોકોને કોરોનાથી બચવા માટે કઈ-કઈ બાબતનું ધ્યાન રાખવું તે પણ સમજાવ્યું હતું.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube