જામનગર : PNB ના ઈન્ચાર્જ મેનેજરની કરતૂત, બેંકના લેડીઝ વોશરૂમમાં લગાડ્યો સ્પાય કેમેરો
Jamnagar News : જામનગરમાં PNB બેંકના ઈન્ચાર્જ મેનેજરની શર્મનાક કરતૂત... લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરા લગાડ્યા હોવાની મેનેજર સામે ફરિયાદ નોંધાઈ... મહિલા કર્મચારીએ પંચકોસી બી ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ...
spy camera in ladies washroom જામનગર : આણંદના કલેક્ટરના ઓફિસમાં સ્પાય કેમેરા લગાવીને કલેક્ટરની કરતૂતોની પોલ ખોલવામાં આવવાનો કિસ્સો હજી તાજો છે, જેમાં કલેક્ટરને તેમની નોકરીમાંથી હાથ ધોવા પડ્યા. પરંતું હવે બેંકના લેડીઝ વોશમમાં સ્પાય કેમેરા લગાવવાની કરતૂત ખુલી છે. જામનગરની એક બેંકના લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરા લગાડવામાં આવ્યા હતા. આ કેમેરા બીજા કોઈ નહિ, પંરતું બેંકના ઈન્ચાર્જ મેનેજરે જ લગાડ્યો હોવાની ફરિયાદ મહિલા કર્મચારીએ પંચકોસી બી ડિવિઝનમાં નોંધી છે. બેંકમાં પ્રાઈવસીવાળી જગ્યાએ સ્પાય કેમેરા લગાડવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.
જામનગરની આ ઘટના પરથી જ સમયસર પડદો ઉંચકાયો ન હોત તો મોટો કાંડ થઈ ગયો હોત. જામનગરમાં દરેડમાં પંજાબ નેશનલ બેંક આવેલી છે. જેમાં બેંકના મહિલા કર્મચારીને બેંકનું વોશરૂમ ઉપયોગ કરતા સમયે કંઈક અજુગતુ લાગ્યું હતું. તેણે ધ્યાનથી જોયું તો દરવાજા ઉપરની દિવાલ પર એક સ્પાય કેમેરો નજરે ચઢ્યો હતો. આ જોઈને મહિલા કર્મચારી ચોંકી ગયા હતા. તેઓએ બેંકના ઉચ્ચ અધિકારીઓને આ બાબતનું ધ્યાન દોર્યું હતું, તેમજ પોલીસ ફરિયાદ કરી હતી.
વાળા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, શહીદ દીકરાના જન્મદિને જ બારમાની વિધિ કરવી પડી
જેમાં તપાસ કરતા મોટો ખુલાસો થયો હતો. પંજાબ બેંકમાં હાલ ઈન્ચાર્જ મેનેજર તરીકે કામ કરતા અખિલેશ સૈનીએ જ આ સ્પાઈ કેમેરો લગાવ્યા હોવાનું ખૂલ્યું હતું. ત્યારે મહિલા કર્મચારીના ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અખિલેશ સૈની સામે આઈપીસી કલમ 354(સી) મુજબ ફરિયાદ નોંધાવામાં આવી છે.
અખિલેશ સૈની મૂલ હરિયાણાનો વતની છે. તેણે 7 ઓગસ્ટના રોજ અખિલેશ સૈનીએ મહિલા વોશરૂમમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો. તેના બાદ 10 ઓગસ્ટે મહિલા કર્મચારીએ આ સ્પાય કેમેરો પકડી પાડ્યો હતો. આ બેંકના મેનેજર રજા પર હોઈ, તેના ચાર્જમાં અખિલેશ સૈની હતો, જેથી મહિલા કર્મચારીએ આ બાબતે અખિલેશ સૈનીને વાત કરી HRD હેડને વાત કરવાનું કહ્યું હતું.
નડિયાદમાં થઈ પાટણવાળી : સુએઝ પ્લાન્ટમાંથી મળ્યા નવજાતના શરીરના છુટા છુટા અંગો
આમ, જામનગરની આ ઘટના બાદ વધુ એકવાર કચેરીઓમાં મહિલા કર્મચારીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલ ઊભો થયો છે. આણંદનો કિસ્સો હજી તાજો જ છે ત્યાં બીજી ઘટના બની છે.
અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ : આ તારીખથી ગુજરાતમાં ચોમાસાના ચોથા રાઉન્ડની એન્ટ્રી થશે